Home પાટણ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ક્ષત્રિય યુવક સંઘ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…..

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ક્ષત્રિય યુવક સંઘ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…..

202
0
પાટણ : 9 માર્ચ

સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ક્ષત્રિય યુવા સંઘ નો સ્નેહમિલન કાર્યક્રમ બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવક સંઘના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી સિદ્ધપુર ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બલવંતસિંહ રાજપૂત અને લક્ષ્મણસિંહજી (ક્ષત્રિય યુવક સંઘ પ્રમુખ -જયપુર) ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં રાજપૂત સમાજના ગૌરવવંતો ઈતિહાસ અને સુવર્ણયુગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહેન્દ્રસિંહ પાંચી પ્રમુખ ગુજરાત ક્ષત્રિય યુવક સંઘ, રણજીતસિંહ નંદાલી સહ્પ્રાંત પ્રમુખ, ઇન્દ્રજીતસિંહ જેતલવાસણા મહેસાણા જિલ્લા પ્રાંત પ્રમુખ, મહેશસિંહ જગનાથપુરા સક્રિય સવ્યંમસેવક, સિદ્ધપુર વિભાગના સક્રિય સહયોગી કાર્યકર્તાઓ રોહિતસિંહ (ખીલોડ), મહેન્દ્રસિંહ (કણી), દિલીપસિંહ (જાસ્કા), જતીનસિંહ જેતલવાસણા તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ-બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here