Home પાટણ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતિય પદવીદાન સમારોહ યોજાયો: મુખ્ય મંત્રીએ 32 વિધાર્થીઓને મેડલ...

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતિય પદવીદાન સમારોહ યોજાયો: મુખ્ય મંત્રીએ 32 વિધાર્થીઓને મેડલ એનાયત કર્યા

225
0
પાટણ : 22 જાન્યુઆરી

સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતિય પદવીદાન સમારોહ શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે આજે દ્વિતીય પદવીદાન સમારોહ મુખ્યમંત્રી સહિત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ અને જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 907 વિધાર્થી પૈકી કોરોના ની ગાઈડ લાઈન ને ધ્યાનમાં રાખીને 16 વિધાર્થી ઓને ગોલ્ડ મેડલ અને 16 વિધાર્થીઓ ને સિલ્વર મેડલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિધાર્થીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી નો વિધાર્થી યુનિવર્સિટી નું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે સરસ્વતી વિધા સ્વરૂપે હોય કે નદી સ્વરૂપે પણ બંને મોક્ષ આપવાનું કામ કરે છે. બદલાતાં સમયમાં શિક્ષણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે ભારત પણ વિશ્વ ની મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ભારતની સાથે ગુજરાત પણ યુવાનોનો દેશ છે ત્યારે વિશ્વ કક્ષા ના અભ્યાસ ક્રમ ભારતમાં શરૂ થાય તે માટે વડાપ્રધાન દ્વારા 95 નવી યુનિવર્સિટી સ્થાપવામા આવી છે વિધાર્થી ઓ માટે નવા નવાં અભ્યાસ ક્રમો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતનો આત્મ નિભૅરનો ધ્યેય શિક્ષણ થકી વિધાર્થીઓ શાકાર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.નયા ભારત, આત્મ નિર્ભર ભારતનાં સપનાઓને વિધાર્થીઓ પૂણૅ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને ઉધોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા એ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી મંત્રી સહિતના મહાનુભાવો નું સ્વાગત પ્રવચન કરી આવકારતાં જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મારી માતા નું સપનું હતું કે સિધ્ધપુર માં યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવે અને તે સપનું સાકાર કરી સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ની સ્થાપના કરી આજે તેઓનું સપનું પુરૂ થયું છે જેને હું ગૌરવરૂપ લેખાઉ છુ.


આજે સિધ્ધપુર માં સરસ્વતી ના જ્ઞાનની પ્રાપ્તિ ની સ્થાપના કરી લક્ષ્મી ને આમંત્રણ આપવાનું કામ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી એ કરી છે અને આ યુનિવર્સિટી નાં તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી સહિત નાં મહાનુભાવો ને આવકારતા હું ધન્યતા અનુભવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર નાં દ્રિતીય પદવી દાન સમારોહ પ્રસંગે કોરોના ની ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટી ખાતે આકાર પામેલ નક્ષત્ર વન ની મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો એ મુલાકાત પણ લીધી હતી..


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here