Home આણંદ ગુજરાત ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના હેડ આણંદની મુલાકાતે હતા

ગુજરાત ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના હેડ આણંદની મુલાકાતે હતા

178
0
આણંદ : 21 એપ્રિલ

આજરોજ ગુજરાતમાં લોકપ્રિય એવી જીવાદોરી સમાન 108 એમ્બ્યુલન્સ ના હેડ શ્રી સતીષભાઇ પટેલ સાહેબ આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા હતા સાથે EME સાહેબ રવિ પ્રજાપતિ અને PM સાહેબ નિલેશ ભરપોડા સાહેબ મુલાકાત માટે આવ્યા હતા જિલ્લામાં ટોટલ ૧૮ જેટલી ૧૦૮ એમ્બ્યુલસ અને ૨૫ જેટલી ખિલખિલાટ વાન કાર્યરત છે.

અહીં દરેક લોકેશન ઉપર જઈને રૂબરૂ કર્મચારીઓની મુલાકાત કરી હતી અને 108 તથા ખિલખિલાટ ની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તથા કોરોના કાળ અને વાવાઝોડા દરમિયાન ખડે પગે કામ કરતા 108 તથા ખિલખિલાટ ના દરેક કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા તથા દરેક કર્મચારીને આગળના સમયમાં કેવી રીતે કામગીરી કરવી તે બાબતે સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું અને દરેક દર્દીને ખૂબ જ ઉત્તમ સારવાર આપી હોસ્પિટલ પહોંચાડો તેવા જ અભિગમ અપનાવીએ તેવી સલાહ આપી હતી અને આમ જનતા ને સંદેશો પાઠવ્યો હતો કે જ્યારે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે આપણી 108 એમ્યુલન્સ આપની સેવામાં તૈયાર જ છે અને ૧૦૮ એમ્બ્યુલન્સ નો ઉપયોગ વધુમાં વધુ થાય તેમ જણાવ્યું હતું.

અહેવાલ: પ્રતિનિધિ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here