પાટણ: 28 એપ્રિલ
પાટણ જિલ્લામાં 01 મે, 2022 ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેમાં માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૌરવ દિવસની ઉજવણીમાં સામેલ થનાર છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદશીભાઇ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક સરકીટ હાઉસ ખાતે યોજાઇ હતી
આ બેઠકમાં પ્રભારી મંત્રીએ પાટણ જિલ્લામાં 30 એપ્રિલ અને 1 મે ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિગતો જાણી સમીક્ષા કરી હતી. મંત્રીએ આ ઉજવણીમાં વધુ ને વધુ જનભાગીદારીથી લોકો જોડાય તે માટે ખાસ સૂચનો કર્યા હતા. બેઠકમાં મંત્રીએ 26 એપ્રિલથી પાટણ જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમોની વિગતો જાણી સંસ્થાનો જનજાગૃતિની કામગીરીની સરાહના કરી છે. મંત્રીએ સમીક્ષા બેઠક બાદ પાટણ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સ્થળો પર રૂબરૂ જઈ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.