સાબરકાંઠા : 8 માર્ચ
ખેડબ્રહ્મા તાલુકો ના નાની ગોવિંદી થી પાટડીયા થી આશ્રમ શાળા ડામર રોડ તથા કોઝવે નું ખત મુરત કરવામાં આવ્યુ હતું. અને વર્ષો જૂની માગણી કરવામાં આવેલી હતી. અને આજે આ રોડનું કામ મંજૂર થતાં સમગ્ર વિસ્તારના તથા ગામ લોકોમાં ખૂબ હરખની લાગણી જોવા મળી હતી.તથા માનનીય સભાના સાંસદ શ્રી રમીલાબેન બારા ના પ્રયત્નથી અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન થકી આ કામ શક્ય બન્યું છે.. અને ગુજરાત સરકારે આ રસ્તા માટે ૧ કરોડ ૭૦ લાખ જેટલી માતબર રકમ મંજૂર કરી અને લોકોના હિત માટે સતત કામ કરી રહેલા માનનીય રમીલાબેન બારા ને તથા ગુજરાત સરકાર નો ખુબ ખુબ આભાર લોકોએ વ્યક્ત કર્યો હતો..