Home વેરાવળ કોડીનારના પાંચ પીપળવા ગામનો યુવાન ઉપર સિંહએ હુમલો કરી ઘાયલ કર્યો

કોડીનારના પાંચ પીપળવા ગામનો યુવાન ઉપર સિંહએ હુમલો કરી ઘાયલ કર્યો

131
0
વેરાવળ : 22 માર્ચ

ઘટના બાદ વનવિભાગએ પાંજરા મુકી બે સિંહ કેદ કર્યા

કોડીનાર પંથકના અમુક ગામોમાં સિંહ, દિપડા અને જંગલી ભૂંડનો ત્રાસ હોય ખેડુતો મુશ્કેલી સાથે ભયના ઓથર હેઠળ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના 20 વર્ષીય ખેડુત પુત્ર ઉપર સિંહએ હુમલો કરી ઘાયલ કરતા માથા અને કમરમાં ભાગે ગંભીર ઇજા હોવાથી કોડીનાર હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ ઘટના બાદ ખેડુતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. તો વનવિભાગ પણ સતર્ક બન્યુ છે.

આ ઘટનાની વિગત પ્રાપ્ત વિગત મુજબ કોડીનારના પાંચ પીપળવા ગામના ખેડુત યુવાન યુવરાજસિંહ મનુભાઈ ડોડીયા (ઉ.વ.20) ગઈકાલે બપોરના સમયે ગામની સીમમાં આવેલ તેમના ખેતરે ગયો હતો. જ્યાં પોતાના ઢોરને બાજુમાં આવેલ ગૌચર જમીનમાં ચરાવવા ઢોરવાડામાંથી બહાર કાઢી લઈ ગયો હતો. એ સમયે ત્યાં એક વિકરાળ સિંહ ઘાત લગાવીને શિકાર કરવા બાજુના બાવળનાં ઝુંડમાં છુપાઈને બેઠો હતો. દરમ્યાન આ યુવાન ઢોર સાથે ત્યાં નજીક પહોચતા જ સિંહએ ઢોરનું મારણ કરવા પાછળ દોડ્યો હતો. ત્યારે યુવરાજએ રાડો પાડી સિંહને ઢોરનો શિકાર કરતા રોકવા પડકાર્યો હતો. જેના કારણે ગિન્નાયેલા સિંહએ ઢોરને છોડી યુવરાજ ઉપર હુમલો કરેલ ત્યારે સામો પડકાર ફેંક્યો હોવાથી સિંહ બાવળની જાડીમાં નાસી ગયો હતો. બાદમાં યુવરાજએ તુરત મોબાઈલથી મોટાભાઈને હુમલાની જાણ કરતા તુરંત સારવાર માટે કોડીનાર હોસ્પીટલએ ખસેડાયો હતો. જયાં સમયસર સારવાર મળી જતા હાલ ભયમુક્ત છે. જો કે આ ઘટનાની જંગલ ખાતાએ ગંભીર નોંધ લઈ તુરત ઘટના સ્થળે દોડી આવી પાંજરા ગોઠવી બે સિંહોને પાંજરે પૂર્યા હતા છે પરંતુ હજુ પણ આ વિસ્તારમાં વધુ બે સિંહો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, પંથકના પાંચ પીપળવા, માલગામ, જાત્રખડી, નાનાવાડાંની સીમ વિસ્તારોમાં સિંહ, દિપડા, જંગલીભૂંડ સહિતના વન્યપ્રાણીઓનો ઉપદ્રવ સાથે ત્રાસ હોવાથી ખેડુતો ભય સાથે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે વનવિભાગ આવા જાનવરોને પાંજરે પુરે તેવી માંગ ઉઠી છે.

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here