Home ક્ચ્છ કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું ભુજમાં લોકાર્પણ વડાપ્રધાન...

કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું ભુજમાં લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતીમાં યોજાયો હતો

131
0
ક્ચ્છ : 15 એપ્રિલ

પી.એમ.નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ માટે દરરોજ ચાલવું જોઈએ. આજના સમયમાં યોગનો સ્વીકાર કરવો જોઈએ,જૂન મહિનામાં યોગના કાર્યક્રમો કરવા જોઈએ. કચ્છનો રણોત્સવમાં દુનિયાના ખૂણે ખૂણે આવી રહ્યા છે,વિદેશના મહેમાનો કચ્છના રણમાં આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ,દર વર્ષે વિદેશમાં રહેતા ક્ચ્છના પરિવાર ક્ચ્છ રણોત્સવ જોવા મોકલે તેવી મોદીજીએ અપીલ કરી હતી, સ્ટેચું ઓફ યુનિટીમાં લોકો જોવા જાય તે જરૂરી છે.

ક્ચ્છની ભાષામાં મોદીજીએ લોકોની પુછા કરી હતી,કચ્છના ખમીરના વખાણ કર્યા હતા. કચ્છને આરોગ્ય માટે વિશિષ્ટ સેવા અપાશે,વિશ્વના ખૂણે ખૂણે કચ્છના લોકો પહોંચ્યા છે,મારો પ્રિય જિલ્લો ક્ચ્છ છે,ભૂકંપની સ્થિતિ મેં જોઇ છે,ગુજરાત ચારે દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતમાં 6000 ડોકટરો બનાવવા માટેની વ્યવસ્થા છે. દરેક જિલ્લામાં ડાયાલિસિસની સેવા છે,સ્વચ્છતા પર ધ્યાન રાખવુ જરૂરી છે,પાણી શુદ્ધ પીવું જરૂરી બની રહે છે
કોરોના હજુ ગયો નથી તેમ ટકોર કરતા જણાવ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જીતુભાઈ વાઘાણી કિર્તીસિંહ વાઘેલા સાંસદ વિનોદભાઇ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા ધારાસભ્ય વાસણભાઈ આહિર પ્રદ્યુમનસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય ,વિરેન્દ્રસિંહ જાડેજા સંતોક બેન આરેઠીયા સ્વામિનારાયણ મંદિરના ધર્મનંદનદાસજી સ્વામી ગોપાલભાઈ ગોરસિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ પટેલે કર્યું હતું

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here