Home ક્ચ્છ કચ્છના બાળકોથી માંડીને યુવાનો સુધીના વ્યક્તિઓમાં રહેલી શક્તિ ઉજાગર કરવાના હેતુસર ગાંધીધામ...

કચ્છના બાળકોથી માંડીને યુવાનો સુધીના વ્યક્તિઓમાં રહેલી શક્તિ ઉજાગર કરવાના હેતુસર ગાંધીધામ ખાતે એક ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું

127
0
ક્ચ્છ : 19 એપ્રિલ

સિદ્ધિ વિનાયક મેન્સવેર અને જે.વી.સી.ટ્રસ્ટના સહયોગથી ચાર કેટેગરીમાં પ્રિન્સ .પ્રિંસેશ ઓફ ક્ચ્છ કિડ્સ ફેશન શો યોજવામાં આવ્યો હતો

ફેશન શો માં ઇન્ડિયન,ટ્રેડિશનલ,વેસ્ટન, કચ્છના પોષાકોમાં 67સ્પર્ધકો જોવા મળ્યા હતા,તમામને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા

આનંદભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે કચ્છના લોકોમાં હવે ધીરે ધીરે ફેશન ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે અભિરુચિ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ક્ચ્છના યુવાનો માટે એક આગવી તક ઉપલબ્ધ થશે

આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈસીતાબેન ટીલવાણી, ભાજપના આઘેવાન દિવ્યાબા જાડેજા,એડવોકેટ પારુલબેન સોની, ડો.સુનિતા દેવનાની, નિલેશ મનકાંની,રવિભાઈ મહેશ્વરી,દિનેશભાઇ ઠક્કર,ધારા જોશી,જય ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા
એન્કરમાં હર્ષ ભટાર્યા,એક્ટર રાજવીર રાજગોર,તેમજ જજ તરીકે આનંદભાઈ ઠક્કર,કિરન પજવાણીએ સેવા આપી હતી
સમગ્ર કાર્યક્રમનું આયોજન આર મોડેલિંગ એકેડમીના રાહુલ ચંચલાણીએ કર્યું હતું

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here