Home મોરબી આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર વિજય તિરંગા યાત્રા...

આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર વિજય તિરંગા યાત્રા યોજવા મા આવી

216
0
હળવદ : 27 માર્ચ

પંજાબ ની અંદર આમ આદમી પાર્ટી ની જંગી બહુમતી થી સરકાર બની ત્યારબાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે ત્યારે પંજાબની ચૂંટણીનો જીત નો જશ્ન તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કાર્યશૈલીથી ગુજરાતની અંદર આવનારી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વ ને મજબૂત કરવા તેમજ આમ આદમી ની ગુજરાત મા સરકાર બનાવવા માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા તેમજ તાલુકા લેવલે તિરંગા યાત્રા કાઢી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે,ત્યારે આજે હળવદ મા પણ ખુબ ઉત્સાહથી વિજય તિરંગા યાત્રા કાઢવા મા આવી . જેમાં મોટી સંખ્યામાં જિલ્લા હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો તેમજ ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ યાત્રા શરૂ ચોકડી થી સરા ચોકડી થી શરૂ કરી હળવદ બાબા આંબેડકર સાહેબના સર્કલ પાસે હાર પહેરાવી પૂર્ણાહુતિ કરી હતી.


મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયા, જિલ્લા મહામંત્રી જશવંતભાઈ કાગથરા, ભવદીપસિંહ,ચેતનભાઈ,જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ ,જિલ્લા મહિલા ઉપપ્રમુખ જ્યોતિબેન પરમાર સહિત મોરબી જીલ્લા ટીમ ના કાર્યકર્તાઓ હાજર રહિયા હતા,
હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ,શંકરભાઈ ,દેવરાજભાઈ,ખુમાનસિંહ,લક્ષ્મણભાઈ , રમેશભાઈ,બાબુભાઈ,સહિત ના કાર્યકર્તાઓ કાર્યક્રમ ને સફળ બનાવવા ની જહેમત ઉઠાવી હતી

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here