Home ચરોતર અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત...

અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત થશે

103
0

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેને એક દિવસ માટે વધારવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ રીતે રદ થશે અને કેટલીક આંશિક રીતે રદ કરવામાં થશે. જેની વિગતો નીચે મુજબ છે

રદ થયેલી ટ્રેનો :

તા. 05.07.2023 ની ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
તા. 06.07.2023 ની ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
તા. 05.07.2023 ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
તા. 05.07.2023 ની ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
તા. 05.07.2023 ની ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

(તા.05.07.2023 ના રોજ  આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે

ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ અમદાવાદને બદલે વટવાથી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ અને વટવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ સાબરમતી (રાણીપ બાજુ) સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.આ ટ્રેન સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતી (રાણીપ બાજુ)થી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર શોર્ટ  ટર્મિનેટ થશે અને આ ટ્રેન આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની યાત્રા શરૂ કરે અને ટ્રેનના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ના થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here