કચ્છ : 2 એપ્રિલ
આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે રાષ્ટ્ર પુરુષ, મહાન રાષ્ટ્રભક્ત અને બંધારણ નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકર નાજીવન કાર્ય અને વિચારો પર આધારિત પુસ્તક સંવાદ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, બાબા સાહેબે જે રીતે લોકશાહીના તંત્રને મજબૂત કરવા માટે જે બંધારણ બનાવ્યું તે બંધારણ વિશેની ચર્ચા તેમણે કરેલ કાર્યોની ચર્ચા ખુબજ અગત્યની છે. મહાનપુરૂષ ત્યારે બને કે અનેક સંઘર્ષો વચ્ચે પાર કરીને આગળ વધે અને દેશ માટે કેટલાય કાર્યો કર્યા હોય તો જ શક્ય બને.
વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેને વધુમાં જણાવ્યું હતું કે, આપણા સૌના પ્રિય એવા દિલીપ દાદા કે જેમણે અંગદાન દ્વારા અનેક લોકોને જીવનદાન મળ્યું છે એવું અદભુત કાર્ય ચાલુ કર્યું છે તેવા દિલીપભાઇ દેશમુખને પણ વંદન કર્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે સંસદીય બંધારણ જેણે બનાવ્યું હોય એવા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન વિષય પર સંવાદ રાખવામાં આવે છે તે માટે સૌને અભિનંદન આપુ છું. બાબા સાહેબ અને ૨૩૫ સભ્યો ભેગા મળીને સંસદીય સમિતિ બનાવીને જે સંસદીય બંધારણ બનાવવામાં આવ્યું તે બંધારણના પરિણામે આપણે ૭૫માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવીયે છીએ.
આપણી લોકશાહી આપણું લોકતંત્ર વધુને વધુ મજબૂત બનતું જાય છે તેનું મુખ્ય કારણ બાબાસાહેબે બનાવેલું બંધારણ છે. આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા પણ સંસદીય બંધારણ ઉપર ઉત્સવ રાખવા આવે છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, રાષ્ટ્ર પુરૂષ ડો. બાબાસાહેબ આંબેડકર પુસ્તક લેખકના શ્રી કિશોરભાઈ મકવાણા,મેઘ નિઘોષ ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી મેહુલભાઇ ગાંધી,સામાજીક આગેવાનશ્રી દિલીપભાઇ દેશમુખ, તેરા તુજ કો અર્પણ સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઈ ખંડોર,અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ,ભુજનગરપતિશ્રી ધનશ્યામભાઇ ઠકકર હાજર રહ્યાં હતાં