સુરેન્દ્રનગર : 5 એપ્રિલ
માં ચામુંડા માતાજી ના દર્શન કરી જિલ્લા માં કાયદો વેવસ્થા જળવાઇ તેવી પ્રાર્થના સાથે આવ્યો હતો આજે જિલ્લો સુરક્ષિત રહે તેવી માતાને પ્રાર્થના કરી અને જિલ્લાને છોડી રહો છું : મહેન્દ્રકુમાર બગડીયા(જિલ્લા પોલીસ વડા)
જિલ્લા માં છેલ્લા 3 વર્ષમાં એક પણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ ન કરવાનો રેકોર્ડ પણ જીલ્લા પોલીસ વડાએ સર્જ્યો..
પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાથી ઘર પરિવાર અને સમાજ માં તેની ભારે ખરાબ અસર પડે છે તેથી સસ્પેન્ડ થી વધુ સારી તક તેને સુધારવા માટે આપવી જોઈએ : જિલ્લા પોલીસ વડા બગડીયા
રેન્જ આઈજી બની ઝડપી આવજો સાહેબ : અમે તમારી રાહ જોઈસુ : જિલ્લા પોલીસ સ્ટાફ
સુરેન્દ્રનગર જિલ્લો એક સંવેદનશીલ જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે ત્યારે નાની એવી વાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી થઈ જાય ફાયરિંગ થઈ જાય હત્યા થઈ જાય અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે સમાજ વચ્ચે માથાકૂટ અવાર નવાર સર્જાય જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાતનો સૌથી વધુ સંવેદનશીલ જિલ્લો ગણવામાં આવે છે તેવા સંજોગોમાં આજથી ત્રણ વર્ષ પહેલા સંવેદનશીલ જિલ્લામાં તે સમયના જિલ્લાના ડીએસપી મનિંદર સિંહ પવારને પ્રમોશન આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે મહેન્દ્રકુમાર બગડ્યા ને નર્મદા જિલ્લામાંથી સુરેન્દ્રનગરમાં મૂકવામાં આવ્યા હતા.
ત્યારે સામાન્ય રીતે કોઈપણ નવા પોલીસ વડા જિલ્લામાં આવે ત્યારે સ્થાનિક આગેવાનો પાસે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ કેવા સમીકરણ છે તેની પુરતી વિગતો મેળવતા હોય છે તેવા સંજોગોમાં જે સમયે નર્મદાથી જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાને પોલીસ વડા તરીકે સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા હતા તે સમયે મહેન્દ્રકુમાર દ્વારા પણ આ પ્રકારે જિલ્લા વિશેની પૂરતી માહિતી મેળવવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી સંવેદનશીલ જિલ્લો હોય અને આ જિલ્લામાં સૌથી વધુ જ્ઞાતિઓના ધીંગાણા ચાલતા હોવાની વિગત સ્થાનિક લોકોએ મહેન્દ્રકુમાર બગડીયા ને આપી હતી.
ત્યારે સૌથી મોટો પડકાર હતો કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે જળવાઈ રહે અને જિલ્લાના લોકો શાંતિ કેવી રીતે અનુભવે તેરા મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા બદલી થતાની સાથે નર્મદા પોતાની પ્રાઇવેટ કારમાં પોતાના પરિવાર સાથે નીકળી ગયા અને આવતાની સાથે જ સીધા ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શને પરિવાર સાથે ગયા ત્યારે તેમને કોઈપણ પ્રકારે તે પોતે જિલ્લા પોલીસ વડા છે તેવી પણ ઓળખ ન આપી હતી સામાન્ય વ્યક્તિ તરીકે પોતાના પરિવાર સાથે સીધા માં ચામુંડા માતાજીના દર્શને પહોંચ્યા હતા અને ત્યાં પ્રાર્થના કરી હતી કે જિલ્લાની કાયદો વ્યવસ્થાની જવાબદારી માં તમારી છે હવે તમે સંભાળજો.
ત્યારે માતાજીના આશીર્વાદ સાથે ત્રણ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે મહેન્દ્રકુમાર બગડીયા એ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે ત્રણ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં મહેન્દ્રકુમાર સફળ નીવડ્યા છે ત્યારે તાજેતરમાં જ તેમની બદલી કચ્છ ખાતે કરી દેવામાં આવી છે અને નવા પોલીસ વડા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં હરેશભાઈ દુધાત અને મૂકવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા ની તાજેતરમાં જ બદલી થતા તેમને આજે વહેલી સવારે ચાર્જ છોડી દીધો છે. ત્યારે સમગ્ર પોલીસ પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.