Home ક્ચ્છ અદાણી વિદ્યા મંદિર-ભદ્રેશ્વરને મળી NABETની માન્યતા

અદાણી વિદ્યા મંદિર-ભદ્રેશ્વરને મળી NABETની માન્યતા

152
0
કચ્છ : 26 માર્ચ

મુન્દ્રા ખાતે આવેલી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત તેવી અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર (AVMB)ને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ (NABET)ની માન્યતા મળી છે. આ શાળા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન શાળાઓમાંથી પહેલી શાળા છે જેને NABETની માન્યતા મળી છે. આ માન્યતા તેને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) દ્વારા આપવામાં આવી છે. અદાણી વિદ્યા મંદિર (AVM) એક એવું સફળ મોડલ છે, જેને ફાઉન્ડેશને અન્ય સ્થળો પર પણ શરૂ કર્યું છે.
AVMB એક અનોખી ગુજરાતી મીડિયમ વાળી કો-ઓજ્યુકેશન શાળા છે, જેની સ્થાપના જૂન 2012માં થઇ હતી. અહીં માછીમારો અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ ગૌતમભાઇ અદાણી દ્વારા આ શાળાના નિર્માણનો સફર, રાજ્યના સૌથી દૂર આવેલ વિસ્તારોમાંથી એકમાં શરૂ થયો. આર્થિક રીતે નબળા પણ પ્રતિભાવાન બાળકોને “શિક્ષણનું એક આદર્શ મંદિર” મળે તે હેતુંથી તેની શરૂઆત કરવામાં આવી છે.

આ એક ડે-બોર્ડિંગ શાળા છે જ્યાં બાળકોને સવારનો નાસ્તો, બપોરનું ભોજન (પોષણયુક્ત આહાર), યુનિફોર્મ્સ, ટેક્સ્ટબુક્સ, નોટબુક્સ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુણવત્તાભેર શિક્ષણ મફતમાં આપવામાં આવે છે. આ શાળા એક અત્યાધુનિક ઇમારત ધરાવે છે, જ્યાં હવાની સારી અવરજવર છે, સાથે જ અહીં પ્રેરણાદાયી પ્રવૃત્તિ કેન્દ્રો, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, કોમ્પ્યુટર અને વિજ્ઞાન પ્રયોગશાળા, આર્ટ અને ક્રાફ્ટ રૂમ, સંગીતનો રૂમ જેવી વિવિધ સુવિધાઓ છે. આ લીલાછમ, સ્માર્ટ કેમ્પસમાં વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાને ઓળખી, એક સફળ જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કરાય છે.


2019-20માં, કોરોના મહામારીની વચ્ચે AVMBએ NABETની માન્યતા મેળવવા માટે તૈયારી હાથ ધરી. તેણે સિસ્ટમના તમામ પાસાઓને આવરી લેતી શાળા માર્ગદર્શિકાને અનુસરવાનું શરૂ કર્યું. શાળાના વિઝન અને મિશનને અનુરૂપ ગુણવત્તાના ઉદ્દેશ્યોને અનુકૂલિત કરવામાં આવ્યા. સાથે જ અસરકારકતા અને પારદર્શિતા લાવવા માટે વર્તમાન સિસ્ટમમાં ફેરફારો રજૂ કર્યા. શિક્ષણ પ્રક્રિયાઓમાં 360˚ ફીડબેક મિકેનિઝમનું અમલીકરણ થયું અને વાર્ષિક અભ્યાસક્રમ યોજના વિકસાવી, જેથી ટીચિંગ-લર્નિંગ પ્રક્રિયામાં સંદર્ભીકરણ લાવવામાં આવ્યું, સાથે જ, રસ ધરાવતા પાર્ટીઝની જરૂરિયાતોને સમજી અને ગુણવત્તાના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવામાં આવ્યા.

ફેબ્રુઆરી 2022માં AVMBએ, QCI દ્વારા નિર્ધારિત ધોરણોનું અમલીકરણ કરી ફાઇનલ અસેસ્મેન્ટ માટે તૈયારી કરી. AVMB એ માર્ચ 2022માં NABETની માન્યતા મેળવીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી.

શાળાએ તેના બધાજ સ્ટેકહોલ્ડર્સને તે વાતની ખાતરી આપેલ છે કે આ શાળામાં મફત શિક્ષણ મળે છે અને તે દેશ દ્વારા નિર્ધારિત સર્વોચ્ચ ધોરણોને ધ્યાનમાં રાખી, શૈક્ષણિક અને માનવીય શ્રેષ્ટતાના પ્રતીકસ્વરૂપ સાબિત થશે.
આ માન્યતાને મેળવવા, સ્કૂલનું મેપિંગ અને તેના વિઝન-મિશન તેમજ તેના ગુણવત્તા હેતુઓનું રિવ્યૂ કરી અનેક બદલાવો લાવવામાં આવ્યા. આ બદલાવોમાં નીચે મુજબ પાસાઓનો સમાવેશ થાય છે:
શાળાની કાર્યપદ્ધતિમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ હેતુઓને કનસેપચ્યુઅલાઈઝ કરવું
ડેટા આધારિત પ્રતિસાદ વિશ્લેષણ દ્વારા શિક્ષણની ગુણવત્તા અને ધોરણમાં સુધારો
ટીચિંગ- લર્નિંગ પ્રક્રિયા અને અભ્યાસક્રમની અસરકારકતાના ધોરણ સ્થાપના
નેતૃત્વ અને સંચાલનની અસરકારકતામાં વધારો, વંચિત તેમ જ સક્ષમ વિદ્યાર્થીની ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું
બાળકના વ્યક્તિત્વના તમામ પાસાઓને પૂર્ણ કરવા માટે અસરકારક વાર્ષિક અભ્યાસક્રમ યોજના બનાવવી
નવીનતમ પ્રેક્ટિસનું માપદંડ બનાવવું
પ્રમાણિત આરોગ્ય અને સલામતીનાં પગલાંનું પાલન કરી અને શાળાના SWOT વિશ્લેષણ દ્વારા જોખમ અને તકોને ઓળખવી
આચાર્યશ્રી લીલી સુકુમારન
“NABET માન્યતા પ્રાપ્ત કરવાથી શાળાની સિસ્ટમ સંચાલિત થઇ છે. તેનાથી નવીન પ્રથાઓના માપદંડ બનાવવામાં મદદ થઇ છે જેથી પ્રમાણિત આરોગ્ય અને સલામતીનાં પગલાંનું પાલન કરીને શિક્ષણની ગુણવત્તા અને ધોરણમાં સુધારો લાવવું શક્ય બન્યું છે.”

અદાણી ફાઉન્ડેશન વિષે વધુ માહિતી :
અદાણી ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1996માં થઇ હતી, હાલ તે ભારતના 16 રાજ્યો અને તેમાં આવેલા 2,409 ગામોમાં કાર્યરત છે. જેમાં કામ કરતા પ્રોફેશનલ લોકોની ટીમ, લોક ભાગીદારી, સહયોગ અને નવીનતાના અભિગમ સાથે કામ કરે છે. શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સસ્ટેનેબલ આજીવિકાનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ચાર મુખ્ય ક્ષેત્રો પર જોશભેર કામ કરીને, અદાણી ફાઉન્ડેશન 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શે છે.
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સર્વસમાવેશક વિકાસ અને સસ્ટેનેબલ વિકાસની દિશામાં કામ કરી, રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.

અહેવાલ: મુકેશભાઈ રાજગોર.ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here