પાટણ: 29 એપ્રિલ
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે ૧૧ વય જૂથના ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમા એક થી આઠ નંબર મેળવનાર ખેલાડીઓએ અલગ – અલગ 7 પ્રકારની રમતોમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય બતાવ્યા હતા આ ટેસ્ટમાં પાસ થનાર ખેલાડીઓને આગામી સમયમાં રાજ્ય કક્ષાએ બેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવશે .
શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ શૈક્ષણિક સંકુલો અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો જેવા કે ખેલ મહાકુંભ , કલાકુંભ જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે ત્યારે તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં પાટણ જિલ્લા અને તાલુકા માંથી અનેક વયજૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં તાલુકા કક્ષાએ એક થી આઠ નંબર પ્રાપ્ત કર્યા હોય તેવા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે બે દિવસીય બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે ૧૧ વયજૂથમાં 100 થી વધુ મહિલા ખેલાડીઓએ સ્ટેન્ડિંગ બ્રોન્ડ , જમ્પ , મેડિસિન બોલ થ્રો , 800 મીટર દોડ , 30 મીટર દોડ , સહિતની અલગ અલગ સાત રમતોમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય આવ્યા હતા . 30 એપ્રિલના રોજ ભાઈઓ માટે ની બેટરી ટેસ્ટ યોજાશે પાટણ ખાતે યોજાયેલ બે દિવસીય બેટરી સ્પર્ધામાં જે ખેલાડીઓ વિજેતા થશે તેઓને આગામી સમયમાં રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવશે .