Home પાટણ પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ..

પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ..

210
0
પાટણ: 2 એપ્રિલ

પાટણ શહેરના અતિપ્રાચીન શ્રી કાલિકા માતા ના મંદિર પરિસર ખાતે ચૈત્રી નવરાત્રિનો ભક્તિમય માહોલમાં ધામધૂમપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રી કાલિકા માતા ને વિવિધ અલંકારો અને ફૂલોની આંગી થી સુશોભિત કરવામાં આવ્યા હતા જ્યાં શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીની દૈદિપ્યમાન મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

પાટણના કાલિકા માતા ના મંદિર ખાતે વર્ષ દરમિયાન આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક ઉજવાય છે . ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિ પર્વની ભક્તિમય માહોલમાં શરૂઆત કરવામાં આવી છે . નવરાત્રિના પ્રારંભે શ્રી ક્લીક માતાજીને વિશિષ્ઠ શૃંગાર કરવામાં આવ્યા હતા . પુજારી દ્વારા માતાજીની દૈદીપ્યમાન મૂર્તિને દેશ – વિદેશમાંથી ખરીદેલા ડાયમંડના આભૂષણોથી સુશોભિત કરવામાં આવી હતી સાથે જ મુંબઈ અને કલકત્તાના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરવામાં આવી હતી જ્યાં શ્રદ્ધાળુએ માતાજીની મૂર્તિ ના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા . નવરાત્રી દરમિયાન માતાજીને નિત નવા વસ્ત્રો અલંકારોથી આભુશીત કરાશે . ચૈત્ર સુદ આઠમ. અને નોમ એમ બે દિવસ માતાજીના સાનિધ્યમાં આકાશવાણી અને સપ્તકના કલાકારો દ્વારા ગાયન , વાદન અને નૃત્યનો કાર્યક્રમ કરવામાં આવશે.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here