પાટણ: 27 એપ્રિલ
ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના અધિકારીઓ પાટણ ખાતે આવનાર હોય જે અનુસંધાને યુનિવર્સિટી ગ્રાઉન્ડ મ વહીવટીતંત્ર દ્વારા ત્રણ હેલિપેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ભવ્ય ઉજવણી કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિવિધ સમિતિઓની રચના કરી જુદી જુદી જવાબદારીઓ પણ સમિતિઓને સોંપવામાં આવી છે સમિતિઓ દ્વારા તે કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં કચેરીઓના રંગરોગાન બાદ લાઇટિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવી છે ઉજવણીમાં મહામહિમ રાજ્યપાલ મુખ્યપ્રધાન થી માંડીને આખું મંત્રીમંડળ અને રાજ્ય કક્ષાના અધિકારીઓ આવનાર છે તેમના આગમનને પગલે પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે . વહીવટી તંત્ર દ્વારા અગાઉ આ હેલિપેડ બનાવેલા હતા તેમાં રીપેરીંગ અને કલર કામ કરી રિનોવેટ કરી હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે .