ક્ચ્છ : 16 એપ્રિલ
આજરોજ કેન્દ્રિય મત્સ્યોધોગ, પશુપાલન ડેરી ઉધોગ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કચ્છની આધુનિક કે.કે.સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું.
કેન્દ્રિય મત્સ્યોધોગ પશુપાલન ડેરી ઉધોગ મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ કચ્છની પ્રથમ આધુનિક હોસ્પિટલ હશે. તેમાં આધુનિક પધ્ધતિથી દર્દીઓની સારવાર કરવામાં આવશે. તેથી કચ્છની પ્રજાનું આરોગ્ય હવે જળવાય રહેશે. આ પ્રસંગે તેમણે કહયું હતું કે, આ હોસ્પિટલ બનાવવા માટે જે દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું છે તેમને હું ખૂબ ખુબ વંદન કરૂ છું. દાન આપવાની ભાવનાએ આપણા વડીલોઓએ શીખવી છે. આ સમાજે દાન આપીને અન્ય સમાજને દિશા બતાવી છે તેમને પણ વંદન.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં દેશે કોરોનાને લડત આપી. આપણા દેશમાં કોરોના પ્રતિરોધક રસીની શોધ કરવામાં આવી અને એ રસી વિશ્વના અન્ય ૨૦૦ દેશોને ભારતે આપી અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવામાં આવી.
કચ્છ જિલ્લો વિશાળ હોવાથી સાથે ઔધોગિક પ્રદેશ પણ છે અને હવે તે આરોગ્યની દષ્ટિએ પણ આત્મનિર્ભર બનવા જઇ રહયો છે.
તેમણે જણાવ્યું હતું કે, કચ્છના લોકોએ કુપોષિત બાળકોના આરોગ્ય વિશે પણ ચિંતા કરવી જોઇએ તે વર્તમાન સમયની માંગ છે અને કચ્છ આ પડકાર ઝીલી અને કુપોષણ સામે જાગૃત બને.
આ પ્રસંગે તેમણે મોમેન્ટો અને કણબી પાઘડી આપીને વિવિધ દાતાઓનું સન્માન કર્યુ હતું. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા કેન્દ્રિય મંત્રીશ્રીનું પરસોત્તમ રૂપાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, દાતાશ્રીઓ, સંતો, કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનશ્રીઓ, દેશ-વિદેશથી પધારેલા કચ્છીજનો, પટેલ ચોવીસીના સમાજનાં ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.