પાટણ : 8 ફેબ્રુઆરી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક નિશિથિ ધારૈયાએ રીંછ પર સંશોધક અભ્યાસ શરૂ કર્યો છે. જેને અનેક લોકોના સહયોગ મળી રહ્યા છે ત્યારે આજે તેઓને અમેરિકા અને ગુજરાત ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી બાર ટ્રેપિંગ કેમેરાનું દાન મળ્યું છે. જેના થકી આગામી સમયમાં આ કેમેરા રીંછ વાળા જંગલોમાં ગોઠવી રીંછ ની અવરજવર અને તેની હાજરી અંગેનું મોનિટરિંગ કરાશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કાર્યરત લાઈફ સાયન્સ વિભાગમાં ડો. નિશીથ ધારૈયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન બાયોલોજી (WCB) રિસર્ચ લેબ કાર્યરત છે, જેના દ્વારા વન્ય પ્રાણીને લગતા સંશોધનો, તેના સંવર્ધન અને સંરક્ષણને લગતી પ્રવૃત્તિઓ વન વિભાગના સંકલન સાથે કરવામાં આવી રહી છે. આ લેબને અમેરિકાના અને અમદાવાદ ટ્રસ્ટ ધ સેનેનિટીના સહયોગથી 12 આધુનિક ટેપિંગ કેમેરાનું દાન મળ્યું છે.અમેરિકાના ઈન્ટરનેશનલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 30 હજારની કિંમતના 1 એવા 12 રીમોટ ટ્રેપ કેમેરાનું સંસ્થાને દાન મળ્યું છે. આ ઉપરાંત જંગલમાં ઉપયોગી વસ્તુઓ પણ અમેરિકાની આ બેર ઈન્ટરનેશનલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.