Home Trending Special હારીજ 108ના સ્ટાફે અડીયા ગામની પ્રસુતા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી …….

હારીજ 108ના સ્ટાફે અડીયા ગામની પ્રસુતા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી …….

102
0
પાટણ : 3 ફેબ્રુઆરી

હારીજ 108ના સ્ટાફે અડીયા ગામની પ્રસુતા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી ....... Trending Gujarat Harij

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવા ખુબજ ઉપકારક બની રહી છે . ત્યારે ગઈકાલે મંગળવારે પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે કાયૅરત ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફની સરાહનીય બની હતી . જેમાં સ્ટાફે અડિયા ગામે પ્રસવ પીડા ભોગવતી મહિલાની નોમેલ ડિલિવરી કરાવી હતી . સૂત્રો અનુસાર પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજના ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી ધીરેન્દ્ર સોલંકી અને સેવા પાયલોટ દિલીપભાઈ યોગીને અડિયા ગામની મહિલા રાજલબેન મુકેશજી ઠાકોરને પ્રસવ પીડા ઉપડી છે તેવો કોલ મળ્યો હતો . ત્યારે હારીજ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઉપરોક્ત કમેચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને પ્રસવ પીડા ભોગવતી મહિલાની નોંમેલ ડિલિવરી કરાવી તેણીને પ્રસવ પીડામાંથી મુક્ત કરી હતી.

હારીજ ૧૦૮ સ્ટાફના ઇએમટી તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડતાં પ્રસૂતા મહિલા સહિત બાળકનો આબાદ બચાવ થતાં મહિલાના પરિવારજનો દ્વારા હારીજ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફનો આભાર વ્યક્ત કરાયો હત

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here