Home Other જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં આવેલી કામગીરીની પીપીટીનું પ્રદર્શન નિહાળવામાં આવ્યું

129
0

જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં દબાણ, વીજ કનેક્શન, રોડ રસ્તા, આવકનો દાખલો કાઢી આપવા બાબતે, સ્પીડ બ્રેકર તથા સ્ટ્રીટ લાઈટની સુવિધા, આરબીએસકે, સીસી રોડ, પાણીની પાઈપલાઈન, આકરણી અને સસ્તા અનાજ જેવા મુદ્દાઓના કુલ ૨૧ પ્રશ્નો પૈકી કુલ ૧૬ હાજર અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી હતી તથા સંબધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના નિકાલ બાબતે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. તથા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં આવેલી કામગીરીની પીપીટીનું પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ સ્વાગતનુ મહત્વ અને પ્રશ્નોના નિકાલ અંગે માર્ગદર્શક સુચનો આપ્યા હતા. જેમાં લોક સંવાદ, પીપલ ફ્રેન્ડલી એડમીનીસ્ટ્રેશન, નિશ્ચિત સમયમર્યાદામાં પ્રશ્નોના ઉકેલ, સારી કામગીરીનું અનુકરણ, કોમ્પ્રીહેન્સીવ કમ્પલેઈન્ટ રીડ્રેસલ સિસ્ટમ અંતર્ગત કામગીરીનો અભિગમ જેવા પાયાની બાબતોની સમજ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર, ઈનચાર્જ ડીઆરડીએ ડાયરેક્ટર, ડીઆરએલ, નગરપાલિકા, એમજીવીસએલના અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદારો, ટીડીઓ, તલાટી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here