Home સુરેન્દ્રનગર જાખણ-ખંભલાવ-ટોકરાળાની નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

જાખણ-ખંભલાવ-ટોકરાળાની નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

120
0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ

વોશ પ્લાન્ટોમાં થતી વીજ ચોરીને કારણે ગામોમાં લો-વોલ્ટેજ સહિત વીજ સમસ્યા વધી
લીંબડી તાલુકાના જાખણ-ખંભલાવ-ટોકરાળા ગામની ભોગાવા નદીમાં બેફામ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. 8 વોશ પ્લાન્ટને મંજૂરી હોવા છતાં અનેક પ્લાન્ટમાંથી રેતી ચોરી થઈ રહી છે. ગે.કા અને કાયદેસર વોશ પ્લાન્ટોમાં વીજ ચોરી થતાં ગામમાં લો-વોલ્ટેજ સહિતની વીજ સમસ્યા વધી ગઈ છે. હપ્તારાજ ન હોય તો કેવી રીતે થઈ શકે છે ગે.કા. વોશ પ્લાન્ટો? સહિત અનેક સવાલો પંથકના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. મામલતદાર, ખાણ ખનીજ વિભાગમાં કરેલી અનેક અરજી કચરાપેટીમાં જતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે.


લીંબડી હાઈવે રોડ પર આવેલા જાખણ-ખંભલાવ-ટોકરાળાની નદીમાં પંથકના રેત માફિયાઓ બેફામ બનીને રેતી ચોરીનો કાળો કારોબાર બેરોકટોક ચાલવી રહ્યા છે. ત્રણેય ગામમાં 8 વોશ પ્લાન્ટને મંજૂરી છે. અનેક વોશ પ્લાન્ટોમાંથી રેતી ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. રેતી ચોરી સાથે વીજ ચોરી પણ બેફામ રીતે કરવામાં આવી રહી છે. વીજ લાઈનોમાં વાયરો નાંખી વીજ ચોરી થઈ રહી છે. જેના કારણે ત્રણેય ગામમાં લો-વોલ્ટેજ સહિત વીજ સમસ્યાઓ વધી ગઈ છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા જાખણ-ખંભલાવ-ટોકરાળા ગામની નદીમાં થતી ગેરકાયદેસર રેતી ચોરીની જાણ તંત્રને ન હોય તે માની શકાય તેમ નથી. ને.હાઈવેથી ભોગાવા નદી ફક્ત 2 કિ.મી. દૂર છે. હપ્તારાજ વગર નદીમાં ખુલ્લેઆમ રેતી ચોરી થવી અશક્ય છે. રેતી ચોરી બંધ કરાવવા ખાણ ખનિજ, મામલતદાર સહિતના વિભાગોમાં કરેલી અરજી કચરા પેટીમાં જ નાંખી દેવામાં આવતી હશે તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ત્રણેય ગામોના ગ્રામજનોએ માંગ કરી છે કે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા આ અંગે કોઈ એક્શન પ્લાન તૈયાર કરે તો જ આ રેતી ચોરીનો કાળો કારોબાર અટકી શકે તેમ છે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here