Home પાટણ પાટણ લીમ્બચ માતાના મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમ ની ભક્તિમય માહોલમાં ઉજવણી...

પાટણ લીમ્બચ માતાના મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમ ની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ….

206
0
પાટણ: 9 એપ્રિલ

શહેરના સલાવીવાડા વિસ્તારમાં આવેલા લીમ્બચ માતાના મંદિર પરિસર ખાતે ચૈત્ર સુદ આઠમ ની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે વિવિધ સ્થળોથી પગપાળા સંઘો ધજા-પતાકા લઈને આવી પહોંચ્યા હતા મંદિરના શિખર ઉપર ધજા રોહણ કરી બધામાનતા પૂર્ણ કરી હતી.

પાટણના સાલવીવાડા વિસ્તારમાં શ્રી લીંબચ માતા નું અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર આસપાસના પંથકના લોકો માટે આસ્થાનું પ્રતિક છે અહીંયા વર્ષેદહાડે મોટી સંખ્યામાં માઇ ભકતો સંઘો લઈને દર્શનાર્થે આવે છે અને બાધા-માનતા પૂર્ણ કરે છે શ્રી લીમ્બચ માતા વાળંદ જ્ઞાતિ સમાજના કુળદેવી છે આ ઉપરાંત વાણીયા રબારી સમાજના પણ કુળદેવી હોવાથી વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. લીંબચ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને ચૈત્ર નવરાત્રિમાં એક મહિના સુધી રાત્રે માતાજીના ચાચરચોકમાં ગરબા નું ગાન થાય છે ચૈત્ર સુદ આઠમના દિવસે રાજ્યના વિવિધ શહેરો જેવા કે ગાંધીનગર અમદાવાદ સોલા ખેરાલુ મહેસાણા થી મોટી સંખ્યામાં પગપાળા સંઘો માતાજીની ધજા પતાકા લઈને મા ના દરબારમાં દર્શનાર્થે આવી પહોંચે છે.

ચાલુ વર્ષે પણ વિવિધ સ્થળોએથી પગપાળા સંઘો આવી પહોંચતા મંદિર પરિસર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને માઇભક્તોએ ધજા રોકાણ કરી ધન્યતા અનુભવી હતી તો મંદિર પરિસર ખાતે નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું સાંજે મા લીમ્બચ ની વાત થઈ ગાજતે શોભાયાત્રા નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી નીજ મંદિરે પરત ફરી હતી રાત્રે માતાજીની નવ ખંડ ની પલ્લી ભરવામાં આવી હતી ત્યારે હજુ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here