કચ્છ : 8 એપ્રિલ
આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી સંજય ચૌધરી ની અધ્યક્ષતામાં રાપર તાલુકા ની સંકલન ફરિયાદ નિવારણ સમિતિ એટીવીટી ખાણ ખનીજ તકેદારી સમિતિ ની બેઠક મળી જેમાં ત્રણ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંભીમદેવકા ફુલપરા રણકાંઠા ના ગામો મા ધુડખર અભ્યારણ્ય મા દબાણ અંગે મોમાયમોરા મોડા રોડ અંગે મોમાયમોરા ની જમીન અંગે વન વિભાગ ની વિસંગતતા અંગે રજૂઆત કરવામાં આવી હતી ઉપરાંત અધિકારીઓ ની બેઠક બોલાવી હતી જેમાં તમામ વિભાગોના અધિકારીઓ ની પાસે માહિતી મેળવી હતી તો ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને તાકીદ કરવામાં આવી હતી.
ઉપરાંત વીજ પુરવઠો ખોરવાઇ ન જાય તે માટે પીજીવીસીએલ ના અધિકારીઓ ને સુચના આપવામાં આવી હતી ઉપરાંત તાલુકા પંચાયત મામલતદાર કચેરી મહેસુલ વન વિભાગ આરોગ્ય શિક્ષણ એસ.ટી નર્મદા જળ સિંચન પોલીસ સહિત ના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મળેલી ત્રણેય મહત્ત્વની બેઠક મા ભચાઉ પ્રાંત અધિકારી સંજય ચૌધરી મામલતદાર કે. આર ચૌધરી બાંધકામ ના નાયબ ઈજનેર એન. વી. અલવાણી પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા ચીફ ઓફિસર રાહુલ કરમુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી તાલુકા વિકાસ અધિકારી મોઢેરા વન વિભાગ ના વી. આઇ. જોશી એલ બી જાડેજા રામજી ભાઈ સોલંકીપીએસઆઈ ડી. આર ગઢવી કાંતિલાલ ઠક્કર નાયબ મામલતદાર એન એલ ચાવડા યોગેશ પ્રજાપતિ રધુભાઈ ચૌધરી કિશોર મહેશ્વરી પાણી પુરવઠા ના જાડેજા રામજી પરમાર ભરત નાથાણી ડી. જે ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ આજે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં લાગતા વળગતા અધિકારીઓ ને પ્રશ્નો હલ કરવા માટે તાકીદ કરી હતી