કચ્છ : 5 એપ્રિલ
વાગડ વિસ્તારના રણકાંઠા ના સુવઈ ગામે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા.. રવ ઓપી ના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ચૌધરી બાબુભાઈ કાલોતરા વિગેરે પોલીસ કર્મચારીઓ એ રાપર તાલુકાના સુવઈ ગામે પોલીસ ના લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુવઈ ના સરપંચ હિરુબેન હરીભાઇ રાઠોડ રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન વાડીલાલ સાવલા આગેવાનો હરીભાઇ રાઠોડ શાંતિલાલ નિસર કાનજીભાઈ સત્રા મુળજીભાઈ સત્રા રતનશીભાઈ શાહલગધીર મહેશ્વરી હરીગર ગૌસ્વામી ગોવાભાઈ રબારી જયંતિથ ભાઈ દરજી દામજીભાઈ સાવલા કાંતિલાલ સ્ત્રા ધીરજગર ગૌસ્વામી વિગેર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુવઈ સોશિયલ ગ્રૂપ અને સુવઈ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા સહિતના પોલીસ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર પોલીસ દ્વારા સુવઈ મા સૌ પ્રથમ વખત લોક દરબાર યોજાયો હતો.
પોલીસ ઈન્સ્પેક્ટર રાણા એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકો ને સુચના આપી હતી કે અજાણ્યા શખ્સો જોવા મળે તો તરત પોલીસ ને જાણ કરવા ની ઓનલાઈન ઠગાઈ ના કિસ્સામાં સાવચેતી રાખવી તેમજ ગામ માં આવેલ સી સી કેમેરા ની જાળવણી કરી ચેક કરવા તેમજ કોઈ પણ બનાવ બન્યો હોય તો લાગતા વળગતા અધિકારીઓ ને કે તંત્ર ને જાણ કરવી તેમજ પોલીસ પણ એક સામાન્ય માણસ છે માટે પોલીસ આપની સુરક્ષા માટે તૈનાત છે રાપર પોલીસ દ્વારા અવારનવાર પેટ્રોલીંગ તેમજ રાત્રે રાઉન્ડ મારવા મા આવશે વડીલો અને વૃધ્ધો તેમજ એકાકી જીવન જીવતા વડીલો ને સાવચેતી રાખવા માટે જરૂરી સુચના આપી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હરીભાઇ રાઠોડ એ કર્યું હતું આભાર વિધિ વાડીલાલ સાવલા એ કરી હતી