સાબરકાંઠા : 26 માર્ચ
વધુ માહિતી આપતા શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે સરપ્રિય દરશાન્તિ વિદ્યાલય ઇટાવડી ખાતે ભવ્ય ત્રિવેણી સંઘમ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ને શુભેચ્છા કાર્યક્રમ, અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને વિદાય કાર્યક્રમ,તેમજ હાલ વિજયનગર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી,ખૂબ સેવાભાવી, લાગણીશીલ ,કર્મનિષ્ઠ ,શિક્ષણ પ્રેમી,સમાજપ્રેમી, એવા છેલ્લા 39 વર્ષ થી આ સંસ્થા માં ફરજ બજાવતા અને વય નિવૃત થતા હેડ ક્લાર્ક શ્રી,દીપકકુમાર કાલિદાસ ભાઈ નિનામા સાહેબશ્રી ભવ્ય વિદાય કાર્યક્રમ રાખવામાં રાખવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી તેમજ વિવિધ પાર્ટી ના હોદ્દેદારો ગામ અને તાલુકા ના પ્રતિષ્ઠિત મહેમાનો દ્વાર માન પૂર્વક સન્માન કરી આશિર્વાદ પાઠવ્યા હતા સાથે સાથે ઇટાવડી ગામ ની તમામ શાળા ઓ તેમજ નલિયાવાડા ,ચામઠન ગામ ની શાળા ના તમામ બાળકો શિક્ષક ગણ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .
તેમજ ઇટાવડી હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની ઓ રાજય કક્ષાએ રમોત્સવ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ ને સંસ્થા ના પ્રમુખશ્રી દિનેશભાઇ કે નિનામા દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું તેમજ આ શાળા ના પૂર્વ આચાર્ય શ્રી બી.એન પરમાર દ્વારા પણ દસ હજાર કરતા પણ વધુ શાળા વિકાસ માટે દાન જાહેર કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળા ના સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી અંતે તમામ કાર્યક્રમ પૂર્ણ કરી રાષ્ટ્રીય ગીત ગાઈ ભોજન પ્રસાદ લઈ છુટા પડ્યા હતા.