Home Trending Special 14 મી રાષ્ટ્ર કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય

14 મી રાષ્ટ્ર કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય

113
0
જૂનાગઢ : 20 ફેબ્રુઆરી

ગરવા ગિરનારન આરોહણ-અવરોહણ માટેની રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા નો સવારે 6 કલાકે પ્રારંભ થયો હતો આ સ્પર્ધામાં 449 સ્પર્ધકો ભાગ લીધો હતો મંત્રી દેવાભાઇ માલમ એ લીલી ઝંડી આપી સ્પર્ધા નો પ્રારંભ કરાવ્યો હતો સ્પર્ધા માં સિનિયર 194 બોયસ અને 95 જુનિયર બોયઝ એ રજિસ્ટેશન કરવાયું હતું જેમાં 160 સિનિયર બોયઝ અને 75 જુનિયર બોયઝ હજાર રહ્યા હતા અને જ્યારે 80 સિનિયર ગર્લસ અને જુનિયર 80 ગર્લ્સ એ રજીસ્ટેશન કરાવ્યું હતું જેમાંથી 65 સિનિયર ગર્લ્સ અને 60 જુનિયર ગર્લ્સ હજાર રહી હતી આ સ્પર્ધા માં ગુજરાત માંથી 142 , મહારાષ્ટ્ર માંથી 23,દીવ માંથી 64,હરિયાણા માંથી 41 ,રાજસ્થાન માંથી 34,ઉત્તરપ્રદેશ માંથી 10, તેલેંગાણાં માંથી 2 ,મધ્યપ્રદેશ માંથી 25 ,ઓરિસા માંથી 1, બિહાર માંથી 72, છત્તીસગઢ માંથી 1 અને હિમાચલ પ્રદેશ માંથી 34 સ્પર્ધકો એ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ સ્પર્ધા માં વિજેતા બનનાર સ્પર્ધકો ને રાજ્ય સરકાર તરફ થી રોકડ પુરસ્કાર ટ્રોફી અને મેરીટ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

જેમાં પ્રથમ ક્રમાંક આવનાર ને 50.000 , દ્વિતીય ક્રમાંક આવનાર ને 25000 અને તૃતીય ક્રમાંક આવનાર ને 12,000 નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું અને આ સિવાય 4 થી 10 ક્રમાંક આવનાર વિજેતા ને પણ 12000 થી 3000 સુધી નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું જેમાં પ્રથમ ક્રમાંક આવનાર સીન્યર બોયઝ પરમાર લાલભાઈ ચીમનભાઈ કે જેઓ ગુજરાત ના છે તેમને 53.30 સેકંડ માં ટાર્ગેટ પૂર્ણ કરેલ
પ્રથમ ક્રમાંક આવનાર જુનિયર બોયસ ડાભી દિપકભાઈ કે જેઓ ગુજરાત ના છે અને તેને 1.00.19 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે
પ્રથમ ક્રમાંક અવનારવ સિનિયર ગર્લ્સ તામશી સિંઘ કે જેઓ ઉત્તરપ્રદેશ થી આવેલ છે અને 0.32.15 સેકંડ માં ટારગેટ પૂર્ણ કરેલ
પ્રથમ ક્રમાંક આવનાર જુનિયર ગર્લ્સ સીધું ઋતુરાજ કે જેઓ હરિયાણા ના છે અને તેને 0.38.47 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે

દ્વિતિય ક્રમાંક આવનાર સિનિયર બોયઝ ચાવડા વિગનેશ ચીમનભાઇ કે જેઓ દીવ થી આવ્યા હતા અને તેમને 0.59.52 સેકંડ માં ટાર્ગેટ પૂર્ણ કરેલ
દ્વિતિય ક્રમાંક આવનાર જુનિયર બોયઝ નિશાદ મીઠાયલાલ કે જેઓ ગુજરાત ના છે તેમને 1.00.22 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે

દ્વિતિય ક્રમાંક આવનાર સીનીયર ગર્લ્સ પૂજા રાણી ગુર્જર કે જેઓ હરિયાણા થી આવેલ અને તેમને 0.39.00 સેકંડ માં ટાર્ગેટ પૂર્ણ કરેલ
દ્વિતિય ક્રમાંક આવનાર જુનિયર ગર્લ્સ વાળા પારુલ બેન કે જેઓ ગુજરાત ના છે અને તેમને 0.40.43 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે

તૃતીય ક્રમાંક આવનાર સીનીયર બોયઝ એ રામનીવાસ કે જે હરિયાણા થી આવેલ જેને 1.1.10 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ
તૃતીય ક્રમાંક આવનાર જુનિયર બોયઝ મેર ચેતનભાઈ કે જેઓ ગુજરાત ના છે તેમને 1.02.35 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ

તૃતીય ક્રમાંક આવનાર સીનીયર ગર્લ્સ ભૂત ભૂમિકા દુર્લભજી ભાઈ એ જેઓ ગુજરાત ના છે અને તેમને 0.39.24 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે
તૃતીય ક્રમાંક આવનાર જુનિયર ગર્લ્સ વાજા જાગૃતિ બેન કે જેઓ ગુજરાત ના છે તેમને 0.41.56 સેકંડ માં પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે

આ દરેક વિજેતા ને મંત્રી દેવાભાઇ માલમ,મેયર ગીતાબેન પરમાર તથા ડે મેયર ગિરીશ ભાઈ કોટેચા ના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

 

 

 

અહેવાલ : વૈશાલી કગરાણા જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here