Home પાટણ મુખ્ય પ્રધાને પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી

મુખ્ય પ્રધાને પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી

81
0
પાટણ : 1 મે

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શનની આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી અને બીએસએફ તથા ગુજરાત પોલીસના શાસ્ત્રોનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.


ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાટણ ખાતે થઇ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નિર્દશનમાં મૂકાયેલ અધ્યતન અને આધુનિક શસ્ત્ર-સરંજામ નું મુખ્ય પ્રધાને રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજન કરાયું છે, જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

અહેવાલ:ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here