પાટણ : 25 માર્ચ
હારીજ apmc માં ચણા ખરીદી કૌભાંડનો મામલો વિધાનસભામાં ગુંજા બાદ રાજ્યના કૃષિ પ્રધાને આ બાબતે તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા છે જેને લઇને હારિજ પંથકમાં ખળભળાટ મચ્યો છે. ગુજકોમાસોલ દ્વારા ચણા ખરીદી માટે જે મંડળીને જવાબદારી સોંપવામાં આવી હતી તે મંડળી હારીજ એપીએમસીના ચેરમેન ભગાભાઈ ચૌધરીની હોવાનું સામે આવ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. જોકે ચણા ખરીદીમાં હારીજ apmc ને કઈ લેવા દેવા નથી તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી નરસીભાઇ ચૌધરી અને વાઇસ ચેરમેન જગદીશભાઈ ઠક્કરે જણાવ્યું હતું
હારીજ એપીએમસીના સેક્રેટરી નરસિંહભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે હારીજ માર્કેટ યાર્ડ એ ખેડુતોની સંસ્થા છે જેમાં ખેડૂતોને સુવિધા આપવી એ માર્કેટયાર્ડની ફરજ છે. ટેકાના ભાવે જે માલ ખરીદી થાયતે apmc માં તોલાય તેવી સૂચના સરકારની છે જેથી હારીજ માર્કેટ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે માત્રને માત્રજગ્યા આપવામાં આવી છે. અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની છે વહીવટી તમામ જવાબદારી જે તે એજન્સીની હોય છે.ચણા ખરીદીમા હારીજ એપીએમસી નો કોઈ રોલ નથી. સરકાર દ્વારા આ બાબતે ઝડપી તપાસ પૂર્ણ કરી દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરી ખેડૂતોના હિતમાં હરાજી ફરીથી ચાલુ કરવી જોઈએ