Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પોલીસ હેડકોટર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા પોલીસ વડા ની...

સુરેન્દ્રનગર પોલીસ હેડકોટર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિત માં કરવામાં આવી.

244
0
સુરેન્દ્રનગર : 8 માર્ચ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ની ઉપસ્થિતિમાં આજે પોલીસ હેડ કોટર વિસ્તારમાં તાલીમ ભવન આવેલું છે ત્યાં મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે હેડકોટર વિસ્તારની મહિલાઓ તેમજ પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓ તેમજ અન્ય સ્ટાફ ની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા વિશેષ હાજરી વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

તેવા સંજોગોમાં આગામી દિવસોમાં તમામ ક્ષેત્રે મહિલાઓ વિકાસની હરણફાળ ભરે તેવા પ્રયાસો અને મોટીવેશન સ્પીચ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર ખાસ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ છે ઉલ્લેખનીય છે કે મહિલાઓ તમામ પ્રકારે અને તમામ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરે અને પુરુષ સમોવડું તમામ કામ કરી શકે તે માટે મોટીવેશન સ્પીચ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે બીજી તરફ હાલની પરિસ્થિતિ મુજબ પોલીસ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે અને જે કામગીરી કરી રહ્યા છે તેમાં પણ સાચી હોવા છતાં પણ ખોટી ઠેરવી અને પોલીસને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના કારણે ગુજરાત સરકાર દ્વારા પોલીસને કેમેરાઓ આપવામાં આવ્યા છે તેમાં 82 પોલીસને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આજે કેમેરાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને પોલીસ પોતાની કામગીરી ચોકસાઇ પૂર્વક અને યોગ્ય રીતે કરી શકે તે માટે કેમેરા કોલર ઉપર લગાવવાની તજવીજ પણ આજથી શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ શહેરી વિસ્તારની મહિલાઓને પણ એક શીખ મળે તે માટે સુરેન્દ્રનગર મહિલા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેરી વિસ્તારમાં રેલી યોજી અને મહિલા માં તાકાત વધે અને જુસ્સો વધે અને તમામ પ્રકારે મહિલાઓનો વિકાસ થાય તેવા પ્રયાસો જિલ્લા મહિલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને મહિલા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here