Home Other ચાંદીના ઝાંઝર પહેરવા કોને ન ગમે ? મહિલાઓ માટે ઝાંઝર પહેરવાનું ખાસ...

ચાંદીના ઝાંઝર પહેરવા કોને ન ગમે ? મહિલાઓ માટે ઝાંઝર પહેરવાનું ખાસ રહસ્ય..

105
0

ચાંદીના ઝાંઝર પહેરવા કોને ન ગમે હા એ ખરું કે ઝાંઝર પહેરવા એ પરંપરા તો છે એની સાથે સાથે ખાસ ઘરેણું પણ છે પરંતુ શું તમે જાણો છો ઝાંઝર પહેરવાના ફાયદા વિશે ?ચાંદીના ઝાંઝર પહેરવા એ માત્ર પરંપરા નહીં પરંતુએ કેટલીક બીમારીની દવા પણ છે. હોર્મોનલ બેલેન્સ ઠીક રહે છે, પગના દુખાવામાં આરામ મળે છે, એડીઓમાં સોજા ઘટે છે,ઈમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે જેથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તે અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

ભારતીય પરંપરા મુજબ ચાંદીના ઝાંઝર,પાયલ કે સાંકળા મહિલાઓ માટે ઘરેણું ગણાય છે. મોટાભાગની મહિલાઓ તે પહેરતી હોય છે. કેટલાક પોતાની પરંપરાને અનુસરીને પહેરતા હોય છે તો કેટલીક મહિલાઓને તે પહેરવી ગમતી હોય છે. તે તમારા પગના લૂકને ચાર ચાંદ લગાવે છે પરંતુ સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે ધાર્મિકની સાથે સાથે તેના હેલ્થ બેનેફિટ્સને જોતા મહિલાઓને ચાંદીના સાંકળા પહેરવાની સલાહ અપાય છે. તેમાંથી નીકળતો અવાજ પણ સકારાત્મક ઉર્જાને પ્રભાવિત કરે છે. એક્સપર્ટ્સની કહેવું માનીએ તો પગમાં ચાંદીના ભારે ભરખમ ઝાંઝર પહેરવાથી એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે. તેનાથી સ્વાસ્થ્યને પણ લાભ મળે છે. ચાંદીના ઝાંઝર પહેરવાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે એમ કહેવાય છે.

મહિલાઓએ આખો દિવસ ખુબ ભાગદોડ કરવી પડતી હોય છે. જેના કારણે મહિલાઓના પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. તેમાં તમને ફાયદો મળી શકે છે. તે શારીરિક નબળાઈ પણ દૂર કરે છે. હાઈ હીલ્સ પહેરવાના કારણે અનેકવાર એડીઓમાં સોજો આવી જાય છે. આ એડીઓના સ્નાયુઓમાં મુશ્કેલી થાય છે. પગની આંગળીઓમાં દુખાવા થાય છે. આવામાં ચાંદીના સાંકળા પહેરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને પગના સોજો ઓછા થાય છે. હાઈ હીલ્સ પહેરવાના કારણે અનેકવાર એડીઓમાં સોજો આવી જાય છે. આ એડીઓના સ્નાયુઓમાં મુશ્કેલી થાય છે. પગની આંગળીઓમાં દુખાવા થાય છે. આવામાં ચાંદીના સાંકળા પહેરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને પગના સોજો ઓછા થાય છે. ઈમ્યુન સિસ્ટમ બૂસ્ટ થવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તે અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જો શરીરનું તાપમાન ઓછું કે વધુ રહેતું હોય તો ચાંદીના સાંકળા પહેરવા લાભદાયી રહે છે.

(નોંધ : ઉપરોક્ત માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. આ માહિતીની પુષ્ટિ TRENDING GUJARAT કરતું નથી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here