વેદોમાં એવું કહેવાયું છે કે સંગીતમાં રસ ન ધરાવતો મનુષ્ય પશુ સમાન છે. વળી દરેક શ્લોક અને ઋચાઓ પણ સંગીતને આધીન છે તથા સંગીતનો ઉદભવ ખુદ ભગવાન શંકરે કરેલો છે. વિદ્યાર્થીઓ ભારતીય રાગોની સમજ કેળવે ઉપરાંત એના લય-તાલ વિષયોને જાણે એવા હેતુથી તારીખ 20 અને 21 ઓક્ટોબર 2023 ના રોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બે દિવસીય સંગીત શિબિરનું આયોજન થયું હતું.
શિબિરના પ્રથમ દિવસે એક્સપર્ટ તરીકે ગોધરાના જાણીતા કલાકાર યોગેશભાઈ પટેલ જ્યારે બીજા દિવસે ખૂબ જાણીતા કલાકાર અને સંગીત શિક્ષક હેમેન્દ્ર ભોજકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં ખાસ ભારતીયતા કેળવાય અને તેમાં પણ સંગીત અને શાસ્ત્રીય અને સુગમ સંગીત જેવા વિષયો તરફ વિદ્યાર્થી વધુ જાય અને શીખે તે અંગે જાગૃતિ લાવવાનો આ એક પ્રયાસ કોલેજના NSS વિભાગ દ્વારા કરાયો હતો.
સંસ્કાર ભારતી પંચમહાલના સહયોગથી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં કોમર્સ કોલેજ ગોધરાના ડો. અરુણસિંહ સોલંકી, ડો.દીવાકર ગોર, ડો.મિલનબેન લાકડાવાલા વગેરે અધ્યાપકોએ શિબિર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઘણા વર્ષોથી કોલેજ લેવલે સંગીતની સેવા આપનાર કોલેજના બે પ્રાધ્યાપકો ડો.અનસુયા એન ઝુલા અને ગાયત્રીબેન ભટ્ટનું સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું. સંસ્કાર ભારતીના અધ્યક્ષ ડો.કુમાર જૈમીની શાસ્ત્રી સાહેબે સૌના સુંદર ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ડો. એમ બી પટેલે આયોજન સંબંધીત સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન વનસ્પતિશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર અને કોલેજમાં NSS પીઓ તરીકે કાર્યરત ડો. રૂપેશ એન નાકરે કર્યું હતું. તેમજ આભાર વિધિ કેમેસ્ટ્રી વિભાગના ડો એન એન વ્યાસે કરી હતી. હંસાબેન ચૌહાણે સંકલન સંબંધીત સહકાર આપ્યો હતો.