Home ચરોતર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મી હડતાલ પર ઉતરતા આખા ગામના...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મી હડતાલ પર ઉતરતા આખા ગામના રસ્તા ઉપર કચરો જ કચરો

111
0
ડાકોર :  17 ડિસેમ્બર

ખેડા જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતરતા સમગ્ર ડાકોર તથા દર્શનાર્થી ભક્તો ની અવરજવર કરતા મંદિરને જોડતા માર્ગો પર ઠેર ઠેર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે.

ડાકોર માં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મૂકવામાં આવેલા સફાઈ કામદારો હડતાલ પર હોય ડાકોરમાં ગામ તથા ગલીઓ માં કચરો જોઈ ને આ સમગ્ર બનાવ થી અજાણ આવનારા યાત્રાળુઓ ને ગામ ગંદુ ભાસી રહ્યું છે તો યાત્રાળુઓ સહિત નાગરિકોને પણ ગંદકી જોઈને મુશ્કેલી પડી રહી છે ગંદકી સાફ કોણ કરે તે પ્રશ્ન ઊભો થયો છે

આશરે 90 જેટલા સફાઈ કામદારો હડતાલ પર હોય માર્ગો પર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢેર જોવા મળી રહ્યા છે

આ સમગ્ર હડતાલ ડાકોર માં કામ કરતા 90 જેટલા સફાઈ કામદારોમાંથી અમુક કામદારોને છૂટા કરી દેતા સમગ્ર સફાઈ કામદારો રોષે ભરાયાં છે

હાલ તો ડાકોરમાં કચરો ના વરાતા યાત્રાધામ ડાકોરમાં ભક્તો તેમજ સ્થાનિક નાગરિકો ને રોગચાળો ફેલાવવાની ભીતિ સતાવી રહી છે આ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ નું વહેલી તકે વહીવટી તંત્ર યોગ્ય સમાધાન લાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

અહેવાલ : જગદીશ સેવક ડાકોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here