ભાવનગર : 21 જાન્યુઆરી
રાજ્યમાં અગામી સમયમાં ચુંટણી આવી રહી હોય ભાજપ નેતાગીરી ખુબ સક્રિય દેખાય રહી છે સરકારી યોજના ના લાભો છેવાડા ના નાગરીકો સુધી પોહ્ચે તે માટે તમામ રીતે ભાજપ સંગઠન અને ભાજપના સાંસદ ધારાસભ્ય સહિતના ચુટાયેલા પ્રતિનિધિઓ સક્રિય રસ દાખવી રહ્યા છે અને વહીવટી તંત્રની કામગીરીની પણ સમીક્ષા કરી રહ્યા છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમીટીની બેઠક યોજાઈ હતી.
રાજ્યમાં હાલ કોવીડ ગાઈડ લાઈન નો અમલ ચાલતો હોઈ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વીડિયો કોનફરન્સના માધ્યમ થી ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમીટીની બેઠક રાખવામાં આવી હતી. જેમાં કલેકટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવા તેમજ પ્રમુખ જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય અને અન્ય પદાધિકારી તેમજ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકા કક્ષાએ અધિકારીઓ અને પદાધિકારીઓ વિડિઓ કોન્સફરન્સના માધ્યમ થી બેઠકમાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં સાંસદ ભારતીબેન શિયાળ ધ્વારા જિલ્લાની દરેક વિકાસ લક્ષી કામગીરી તેમજ થયેલ પ્રગતી ચાલતા કામો અને પ્રશ્નો બાબત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે સરકારની દરેક યોજના અને દરેક કામગીરીનો લાભ સમયસર લોકો સુધી પહોંચે તે અંગે અધ્યક્ષએ સમીક્ષા કરી અને જરૂરી સુચના આપી હતી. અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સમયસર કરેલ કામગીરીને બિરદાવી અને ગામ થી જિલ્લા કક્ષાએ દરેક અધિકારી પદાધિકારીએ એક બીજાના સહકારમાં રહી દરેક કામગીરી કરવા સુચના આપી હતી.