ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં લાંબા સમયથી ડિમોલેશન કરવામાં.આવી રહ્યું છે જે ડિમોલેશન કામગીરીમાં જપ્ત કરાયેલા લારી ગલ્લા અને સમાન શહેરની શાન સમા ગણાતા મોતીબાગ ટાઉન હોલમાં મુકવામા આવે છે. ટાઉન હોલમાંનું હમણાં જ રીનોવેશન કરાયું હતું. કરોડોનો ખર્ચો કરવા છતાં હાલ ભંગારખાનું બની ગયું
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મોટાભાગના રોડ રસ્તા તેમજ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા દબાણો અને અડચણરૂપ લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા લાંબા સમયથી મનપા દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન બાદ રોડ રસ્તા પર અડચણરૂપ તમામ દબાણો જપ્ત કરી શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે બગીચામાં મૂકવામાં આવ્યો છે. જેને લઇને વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાવનગરના મહારાજા સાહેબના લગ્ન મંડપ ગણાતા ઐતિહાસિક ધરોહર એવા મોતીબાગ ટાઉનહોલનું હાલના સમયમાં જ કરોડોના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે. રીનોવેશન કરાયા બાદ મોતીબાગ ટાઉનહોલ ભાવનગરની શાન સમાન બની ગયું છે. પરંતુ મનપા દ્વારા સમગ્ર શહેરમાંથી ડિમોલેશન કરાયા બાદ લાવવામાં આવતા લારીગલ્લા અને તમામ સામાન્ય મોતીબાગ ટાઉનહોલના બગીચામાં ખડકી દેવામાં આવતા હાલ મોતીબાગ ટાઉનહોલ ભંગારખાના જેવો બની ગયો છે. મહાનગરપાલિકાની અનેક જગ્યાઓ પડી હોવા છતાં આ તમામ સામાનને મોતીબાગ ટાઉનહોલ ખાતે લાવીને મૂકવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષની અણઆવડત અને પ્રજાના પૈસા બગાડી રહ્યા હોવા સહિતના આક્ષેપો સાથે મોતીબાગ ટાઉનહોલ માંથી ઝડપથી આ સામાન હટાવી લેવો જોઈએ તેવી માંગ કરી હતી.