Home અંબાજી શ્રી અંબાજીના કિડસ ગાર્ડન સ્કૂલમાં શિવરાત્રી પર્વ ઉજવવામાં આવ્યો

શ્રી અંબાજીના કિડસ ગાર્ડન સ્કૂલમાં શિવરાત્રી પર્વ ઉજવવામાં આવ્યો

156
0
અંબાજી : 28 ફેબ્રુઆરી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જે વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.અંબાજી ખાતે વિવિધ શાળાઓ આવેલી છે ત્યારે મૈત્રી અંબે સોસાયટી માં છેલ્લા સાત વર્ષથી પ્લે ગ્રુપ થી hkg સુધી કિડ્સ ગાર્ડન સ્કૂલ આવેલી છે. આ શાળામાં તમામ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે ત્યારે આજે શિવરાત્રીના પર્વ નિમિત્તે શાળામાં મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવ્યો હતો. શાળાના બાળકો શિવ પાર્વતી બન્યા હતા અને શંકર ભગવાન ના લગ્ન પણ કરાવવામાં આવ્યાં હતા.

આ શાળા મા આજે શિવરાત્રી નિમિત્તે બાળકોને સુંદર તૈયાર કરવામાં આવ્યા હતા અને છેલ્લા 5 વર્ષ થી શિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે આ શાળામાં
80 બાળક ભણે છે. આ શાળા ના માલીક રાખી શર્મા,હિમાંશી રાજપૂત છે જયારે
આચાર્ય પૂજા ગોયલ તરીકે જોબ કરે છે જયારે શાળામા ધારા મહેતા,શ્વેતા પ્રજાપતી,રાજવી સોની,હેમા વણજાણી,મીના રાઠોડઅને ગાયત્રી અંગારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

:- શિવ પાર્વતી ના લગ્ન કરાવવામાં આવ્યાં :-
આજે શાળામાં શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેમાં બાળકોએ પૂજા કરી હતી આપ્યા તેમજ શિવરાત્રી નિમિત્તે શિવ પાર્વતી ના લગ્ન કરાવવામાં આવ્યાં હતા અને ઢોલ નગારાં સાથે બરાત પણ કાઢવામાં આવી હતી

અહેવાલ:  અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here