વેરાવળ : 10 માર્ચ
વેરાવળ પાલિકા દ્વારા ફાયર સેફ્ટી ન હોય તેવા કોમ્પ્લેક્સને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બુધવારના રોજ રીજીયોનલ ફાયર અધિકારીની સુચનાથી ટીમ દ્વારા એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા આનંદધામ કોમ્પ્લેક્સમાં કાર્યરત બે હોટલ, 50 જેટલી ઓફિસ – દુકાન ધરાવતું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યવાહી રોકવા માટે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખએ અનેક ધમપછાડા કર્યાં હતાં. એટલે સુધી કે તેણે કોંગ્રેસના ધારાસભ્યને પણ રજુઆત કરીને આ મુદ્દે ગાંધીનગરથી દબાણ લાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેની કોઇ કારી ફાવી નહતી.
આ કાર્યવાહી અંગે ચીફ ઓફીસર ચેતન ડુડીયાએ જણાવ્યું હતું કે, શહેરના બસ સ્ટેપશન પાસે આવેલા આનંદધામ કોમ્પફલેક્ષના જવાબદારોને છેલ્લાત છ મહિનાથી સમયાંતરે નોટીસો મોકલી ફાયરની સુવિઘા ઉભી કરવાની તાકીદ કરવામાં આવતી હતી. તેમ છતાં આ કોમ્પેલેક્ષના હર્તાકર્તાઓએ ફાયરની કોઇ સુવિઘા ન ઉભી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી, રીજીયોનલ ફાયર ઓફીસરની અત્રે આવેલી ટીમએ પાલીકાના સ્ટાોફને સાથે રાખી કોમ્પેલેક્ષ સીલ કરવાની કાર્યવાહી કરી છે. આ કોમ્પાલેક્ષમાં બે હોટલો ઉપરાંત અંદાજે 50 થી વધુ ઓફીસ અને દુકાનો સીલ કરવામાં આવી છે. જે કોમ્પમલેક્ષો, એેપાર્ટમેન્ટોઅમાં નિયમોનુસાર ફાયર સેફટીની સુવિધા ન હોય તો તાત્કાકલીક ફીટ કરાવવા અપીલ કરી છે.
અલબત્ત, આનંદધામ કોમ્પફલેક્ષમાં શહેર કોંગ્રેસના પૂર્વપ્રમુખની દુકાન આવેલી હોય જે સીલ થવાની જાણ થતા તેઓ સ્થદળ પર દોડી આવ્યાં હતાં અને અધિકારીઓ સમક્ષ રોફ જાડવા પાયાવિહોણી રજુઆતો કરવા લાગ્યાં હતાં. જોકે, મચક મળતી ન હતી. આથી, ગિન્ના યેલા કોંગી આગેવાનએ ગાંધીનગર સત્રમાં ભાગ લઇ રહેલા કોંગી ઘારાસભ્ય ને રજુઆતો કરી સીલીંગની કાર્યવાહી અટકાવવા ત્રણ કલાક સુધી પ્રયાસો કર્યાં હતાં. પરંતુ તેમાં સફળ ન થતા તેઓની કારી ફાવી ન હતી. જેથી દબાણને વંશ થયા વગર અઘિકારીઓએ નિયમોનુસાર સીલીંગની કાર્યવાહી પુર્ણ કરી હતી. તો બીજી તરફ અમુક વેપારી દ્વારા સત્તાપક્ષ ભાજપના આગેવાનોને પણ રજુઆતો કરી હતી. પરંતુ હાઇકોર્ટનો આદેશ હોય જેને લઈ ભાજપના સાંસદ અને સંગઠનના ધુરંધરોએ આ પ્રકરણથી દુર રહી કાયદાકીય કાર્યવાહીને સહકાર આપવા જણાવી દીધુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળમાં આગની ઘટના સમયે મોટી જાનહાની કે માલ – મિલકતને નુકશાન ન થાય તે માટે સલામતી કારણોસર કોમર્શીયલ બિલ્ડીંગ, એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, શાળા જેવી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ફરજીયાત કરવામાં આવી છે. આ ફાયર સેફ્ટી સંદર્ભે એનઓસી મેળવી લેવા પણ વારંવાર પાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે. આમ છતાં મોટા ભાગના કોમ્પ્લેક્સ માલીકો સત્તાના કેફમાં સુચનાને અવગણના કરતાં પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ અમુક શાળાઓને નોટીસો મોકલી સીલ કરવામાં આવી હતી. તેમ છતાં ઘણા વગદાર લોકો ફાયર સેફટી સુવિધા ઉભી કરવા બાબતે ઉદાસીનતા રાખતા હોવાનું ઘ્યાગને આવતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.