Home ક્ચ્છ ભુજની શાળા ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓએ ભૂતાન પ્રવાસ દરમ્યાન ભૂતાન દેશમાં શૈક્ષણિક શેત્રે...

ભુજની શાળા ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓએ ભૂતાન પ્રવાસ દરમ્યાન ભૂતાન દેશમાં શૈક્ષણિક શેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

121
0

કચ્છ: 17 ડિસેમ્બર


જીવનમાં પ્રવાસ મહત્વનો છે. એ ન માત્ર આપણને નવા સ્થળો વિશે અવગત કરાવે છે, પણ નવી ભાષાઓ, સંસ્કૃતિઓ, રિવાજો તેમજ વિચારો બાબતે પણ માહિતગાર કરે છે. પ્રવાસ તેથી જ માનવ મનની તેમજ સમાજની ક્ષિતિજો વિસ્તારવા માટે અગત્યનો છે. આ જ વિચારમાં માનતી ભુજની ચાણક્ય એકેડેમી દ્વારા વિધાર્થીઓ માટે દુબઇ બાદ દ્વિતીય આંતરરાષ્ટ્રીય ભુતાનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન વિધાર્થીઓએ ભુતાનના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી, ભુતાનની સંસ્કૃતિ અને મૂલ્યોથી વાકેફ થયાં હતાં, ભુતાન અને ભારત વચ્ચેના સંબંધો વિશે માહિતી મેળવી હતી તેમજ ભુતાનના સમાજના વિવિધ હિસ્સેદારો તેમજ સરકારના હોદ્દેદારોને મળીને વર્તમાન અને ભવિષ્યની ઉજ્જવળ શક્યતાઓ પર ચર્ચા કરી હતી.
રસિક તેમજ માહિતીપ્રદ પ્રવૃત્તિઓથી ભરચક રહેલાં ભુતાન પ્રવાસમાં વિધાર્થીઓએ ઇન્ડિયા-ભૂતાન સ્ટુડન્ટ કલચરલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ભુતાનની રાજધાની થિમ્પુ ખાતે આવેલી દ્રુક સ્કુલ અને પારો ખાતે ખાંગખું મીડલ સેકેન્ડરી સ્કૂલની મુલાકાત લઈ એમના વિદ્યાર્થીઓ કોન્ફરેન્સ/વાર્તાલાપ કરી તેમણે ભુતાનની સંસ્કૃતિ અને શિક્ષણ વિશે માહિતી મેળવી હતી તેમજ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ વિશે ભુતાનનાં વિધાર્થીઓ તેમજ શિક્ષકોને અવગત પણ કરાવ્યાં હતાં. આ સાથે કચ્છ મેડિકલ ટુરિઝમ વિશે પણ ઊંડાણમાં ચર્ચા કરી હતી.

બાદમાં વિદ્યાર્થીઓએ ભારતીય દૂતાવાસની(Embassy of India, Bhutan) મુલાકાત લીધી હતી. ભારતીય દૂતાવાસ ખાતે તેઓ ભારતીય રાજદૂત સુધાકર દલેલાજી,ડેપ્યુટી ચીફ ઓફ મિશન નીતિન દેઓલાજી, ફર્સ્ટ સેક્રેટરી ઓફ એજ્યુકેશન સુખવિંદર સિંહજી તેમજ ને મળ્યાં હતાં. મુલાકાત દરમિયાન ભારત-ભૂતાન સંબંધો અને વિવિધ વિષયો પર તેમની સાથે એમ્બેસી ઓફિસમાં ચર્ચા કરી વિધાર્થીઓ માહિતી મેળવી હતી સાથે ભારત ના યુથ તરીકે પોતે શું સહયોગ આપી શકે તે વિશે પણ દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અપૂર્વ આત્મવિશ્વાસ સાથે પોતાની વાતની રજુઆત કરી હતી જેને એમ્બેસી ના ઓફિસર્સ દ્વારા ખૂબજ સરાહના કરવામાં આવી હતી. ત્યાં ના સ્કૂલસ ના જણાવ્યાં મુજબ ભારત દેશ માંથી ભૂતાન માં આ પ્રકારના કાર્યક્રમ માટે આવતી ચાણક્ય એકેડેમી એ પ્રથમ સ્કૂલ છે અને ભવિષ્યમાં ચાણક્ય સાથે રહી શિક્ષણ શેત્રે અવનવા કાર્યક્રમો થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ચાણક્ય ના વિદ્યાર્થીઓ ભૂતાન ની ઝોંખો ભાષા નું બેઝિક જ્ઞાન મેળવીને ગયા હતા.

સમગ્ર ટૂર નો કો-ઓર્ડિનેશન ટ્રસ્ટ ના C. E. O મેહવિશ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. એમના જણાવ્યા મુજબ દેશના લોક લાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નું ગ્લોબલ એજ્યુકેશન નું સ્વપ્ન 2018 ના દુબઇ પ્રવાસ થી જ ચાણક્ય દ્વારા અમલીકરણ થઈ રહ્યું છે. ભારત દેશના તિરંગાને શાન થી જ્યારે ચાણક્યના વિદ્યાર્થીઓ અન્ય દેશની ધરતી પર ફરકાવી અને એની નીચે જ્યારે વિવિધ કાર્યકર્મો રજુ કરતા હોય છે તો એ ક્ષણ ન માત્ર અમારા સ્કૂલ માટે પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગૌરવની ક્ષણ બની રહે છે. આવા પ્રવાસો કરવા એ ખૂબ જ મોટી જવાબદારી નું કામ છે પરંતુ મેનેજમેન્ટ ટીમ નું સતત પ્રોત્સાહન અને સ્ટાન્ડર્ડ લેવેલનું આયોજન આવા પ્રવાસની સફળતામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. શિક્ષક પરાશર ઠાકરે ટુર દરમ્યાનની બાકીની જવાબદારીઓ સંભાળી હતી.
આ જબરદસ્ત આયોજન અને અમલીકરણ બદલ સંસ્થાના ચેરમેન શ્રી વાડીલાલભાઈ સાવલા, વાઈસ ચેરમેન શ્રી સંદીપભાઈ દોશી અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ મેહતાએ જણાવ્યું હતું કે ચાણક્ય એકેડેમી ના ઉચ્ચ ઉદ્દેશો ને ટીમ ચાણક્ય બખૂબી નિભાવે છે જે અમારા માટે ખૂબ જ આનંદ ની વાત છે.

 

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here