કચ્છ : 8 એપ્રિલ
વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે આજરોજ ભુજ તાલુકાના ઢોરી ગામે ઢોરી અને કુનરિયા પ્રાથમિક શાળામાં રૂ.૬૬ લાખના ખર્ચે નિર્માણ થનાર ૮ ઓરડાનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમજ ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેનની ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતું.
પ્રાસંગિક પ્રવચનમાં અધ્યક્ષ સ્થાનેથી ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આ શાળાનું ખાતમુહૂર્ત કરતાં મને ખુબ જ આનંદ થાય છે કે બાળકોને હવે શાળામાં આધુનિક રૂમોમાં બેસવા મળશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ઢોરી અને કુનરિયા ગામની શાળાઓ માટે ૮ ઓરડા રૂ.૬૬ લાખના ખર્ચે બનશે. સંપ હોય ત્યાંજ સમૃદ્ધિ આવે તેમ આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરદ્રષ્ટિ મુજબ ગામડાંમાં શિક્ષણની પાયાની આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ હંમેશા ખેડૂતોની ચિંતા કરતા રહ્યા છે. ગામડાના ખેડૂતોને કોઈપણ મુશ્કેલી ના પડે તે માટે તેઓ અનેક યોજના દ્વારા ખેડુતોની સાથે ઊભા રહ્યા છે. ખેડૂતોનાં બાળકોને ભણાવવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે શાળામાં પાયાની સુવિધા પૂરી પાડવા માટે હરહંમેશ પ્રયત્નશીલ છે .
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યનું ગામના વિવિધ સમાજ અને ગ્રામજનો, અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ પાયાની જરુરીયાત છે અને સારું શિક્ષણ મળશે તો જ વિકાસ થશે. તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ન્યાય સમિતી ચેરમેનશ્રી કેશવજીભાઈ રોશિયા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનશ્રી સોનલબેન, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડ, કચ્છ જિલ્લા પંચાયત સદસ્યશ્રી કુંવરબેન પ્રકાશભાઈ, ભુજ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ડાહ્યાભાઈ, ભુજ તાલુકા પંચાયત સદસ્યશ્રી મેરિયા લખમણભાઈ, અગ્રણીશ્રી ભીમજીભાઈ જોધાણી, સુરેશભાઈ છાંગા, કુનરીયા સરપંચશ્રી રશ્મીબેન સુરેશભાઇ, સુમરાસર સરપંચશ્રી રણછોડભાઈ, કોટાય સરપંચશ્રી નંદલાલભાઈ બતા,ઝુરા સરપંચશ્રી તુષારભાઈ ભાનુશાલી, ઢોરી સરપંચશ્રી જશીબેન ગોપાલભાઈ, માર્ગ,મકાન કાર્યપાલક ઇજનેરશ્રી પી.ડી.પ્રજાપતિ, ઢોરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હિનાબેન, અને લાયઝન અધિકારી નાયબ વન સંરક્ષક શ્રી એમ.યુ. જાડેજા, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ઢોરી ગ્રામ પંચાયતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.