પાટણ : 8 માર્ચ
પાટણ રોટરેક્ટ ક્લબ દ્વારા મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કેમેસ્ટ્રી વિભાગમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮૦ બોટલ બ્લડ યુનિટ એકત્ર થયું હતું.
૭ થી ૧૩ માર્ચ દરમિયાન સાઉથ એશિયા ઝોન ની તમામ રોટરેકટ કલબ દ્વારા રોટરેકટ વિક ના સેલિબ્રેશન અંતર્ગત દરરોજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જે અંતર્ગત રોટરી ડી ૩૦૫૪ ની તમામ કલબ દ્વારા પણ ડીઆરઆર ઉત્કર્ષ પટેલ ની લીડરશિપ હેઠળ આજે રોટરેકટ કલબ પાટણ દ્વારા પણ મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટી ના કેમેસ્ટ્રી ભવન ખાતે રોટરી બ્લડ બેંક ના સહયોગથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી બ્લડ ડોનેશન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૮૦ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા રોટરેકટ પ્રમુખ સૌમિલ નાણાવટી, મંત્રી સોનુ ભગત, ડીઆરસીસી બાબુભાઈ પ્રજાપતિ, રો જયરામ ભાઇ પટેલ, કેમિસટરિ ભવન એચ.ઓ. ડી. પુરવેશ પટેલ સહીત રોટરેકટ ટીમ અને કોલેજ વિદ્યાર્થીઓએ આ સેવાકીય પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો