Home પાટણ રાષ્ટ્પતિના જળશક્તિ અભિયાના જીવંત પ્રસારણને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ નિહાળ્યું…

રાષ્ટ્પતિના જળશક્તિ અભિયાના જીવંત પ્રસારણને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ નિહાળ્યું…

140
0
પાટણ: 29 માર્ચ

મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જળશક્તિ અભિયાન-2022નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ સહિતના અધિકારીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રપતિનું ઉદબોધન નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જળસંરક્ષણ અને સંવર્ધન માટે ગત વર્ષે વિશ્વ પાણી દિવસના રોજ જળશક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફૉલ્સ, વ્હેન ઈટ ફૉલ્સ’ થીમ પર ઉજવવામાં આવી રહેલા જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે જળસંરક્ષણ માટે ઉમદા કામગીરી કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓને જળશક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાણીના પ્રત્યેક ટીંપાનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી.

વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી રહેલા જીવંત પ્રસારણ વેળાએ નાયબ કલેક્ટર અક્ષય પારગી, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી તથા ડિઝાસ્ટર શાખાના મામલતદાર હિતેશ રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here