કચ્છ : 17 માર્ચ
આસુરી શક્તિ પર વિજય મેળવવો એટલે હોલિકા દહન આ દિવસે ભકત પ્રહલાદ ને મારી નાખવાની હોલિકા એ કોશિશ કરી હતી ત્યારે ભગવાન દ્વારા વરદાન મા મળેલ ચુંદડી ઉડી ને પ્રહલાદ ના માથે આવી ગઈ હતી અને તેનું રક્ષણ કર્યું હતું ત્યારે ભગવાન દ્વારા વરદાન પ્રાપ્ત કરેલ હોલિકા ના સન્માન મા હોલિકા દહન કરવામાં આવે છે અને આ સમયે જે બાળકો નો જન્મ એક વર્ષ ની અંદર થયો હોય તે બાળકને વરરાજા ની જેમ સજ્જ ધજજ બનાવી લગ્ન ગીતો સાથે હોલિકા ની અગ્નિ ના ફેરા કાકા દ્વારા ફેરવવામાં આવે છે અને હોલિકા ના દર્શન સાથે આસુરી શક્તિ પર વિજય મેળવી શકાય છે એવા આ પર્વ નિમિત્તે રાપર નગરપાલિકા દ્વારા માંડવી ચોક ખાતે હોલિકા દહન કરવામાં આવેલ નગરપાલિકા ના સદસ્ય મુળજી ભાઈ પરમાર ના હસ્તે પુજન અર્ચન કરી હોલિકા દહન કરવામાં આવે આ સમયે રાપર નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ વાલજી વાવીયા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી લાલજી કારોત્રા બળવંત ઠકકર..
ધર્મેન્દ્ર સિંહ જાડેજા મહેશ સુથાર રમેશ ઝાલા નિલેશ માલી દિનેશ ચંદે જાનખાન બલોચ રાજુભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ જગદીશ મારાજ એ કરી હતી આમ રાપર શહેર મા દરેક સ્થળે હોલિકા દહન કરવામાં આવ્યું હતું ઉપરાંત લેઉવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય ખાતે હોલિકા દહન કરવામાં આવેલ આ પ્રસંગે પ્રમુખ રાજુભાઇ ચૌધરી અંબાવીભાઈ વાવીયા ગોવિંદ ભાઈ દેવડા નારણભાઈ વાવીયા ગૃહમાતા રિંકલબેન રાવરીયા સરસ્વતી કન્યા વિદ્યાલય ના આચાર્ય પન્ના બેન ગૌસવામી રમીલાબેન ગોઠી સુમિતાબેન દુબરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા