Home સુરેન્દ્રનગર થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે નવનિર્મૈત ગુરૂગેબીનાથ મંદિરોનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ પ્રારંભ

થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે નવનિર્મૈત ગુરૂગેબીનાથ મંદિરોનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ પ્રારંભ

76
0

સુરેન્દ્રનગર: 19 મે


હેમાદ્રિસંકલ્પ, મંડપપુજનપ્રવેશ, નગરયાત્રા, જળયાત્રા કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા
ત્રિદિવસીય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 30થી 40 હજાર ભક્તો દરરોજ પ્રસાદનો લાભ લેશેઆજે સ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ, સંતવાણી યોજાશે
થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે ગુરૂગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયુ છે.જેમાં પ્રથમ દિવસે હેમાદ્વિસંકલ્પ, મંડપપુજન, નગરયાત્રા, જળયાત્રા યોજાઇ હતી.જેમાં દરરોજ 30થી 40 હજાર લોકો રાજ્યભરના પ્રસાદ લે તેવુ આયોજન કરાયુ છે.આજે સ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ, સંતવાણી યોજાશે

થાનગઢથીથી આશરે 5 કિ મી,આવેલ પવિત્ર સ્થળ એવુ ગુરુ ગેબીનાથ જે પચાળ ભુમિના પુરાણોકત માનુ એક પરમ પુજય ગુરુ ગેબીનાથ તથા મેપાબાપુને જાદરાભાપુ આ પવિત્ર સ્થળ છે. જ્યાં સંતોમહંતોની જગ્યા સવત વર્ષ 1800 ની આસપાસ ગેબીનાથ પૃગટ થયા હતા.આ ગેબીનાથની જગ્યાનું પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યુ છે.જેનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બુધવારના રોજથી શરૂઆત કરવામાં આવી હતી.જે તા.18થી 20 મે સુધી ચાલ નાર છે.જેના પ્રથમ દીવ હેમાદ્રિસંકલ્પ, મંડપપુજનપ્રવેશ, નગરયાત્રા, જળયાત્રા કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા હતા.જેમાં રાજ્યભરમાંથી લોકો ઉપસ્થિત રહેતા 30 થી 40 હજાર લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.આ મહોત્સવમાં ગુરૂવારે સ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ, સંતવાણી યોજાશે.રાત્રે સંતવાણીમાં રામદાસ ગોંડલીયા, પરસોતમ પરી, શૈલેષ મહારાજ, ગોવિંદભા પાલીયા ભજનો અને સંતવાણી રજૂ કરશે.શુક્રવારે પ્રાત:પુજન સ્થાપન, દેવતાહોમ,મંદિરવાસ્તુપુજન, દેવપ્રબોધ કાર્યક્રમ યોજાશે.આ ત્રણ દિવસ દરમિયાન ભુદેવ જગદીશભાઇ ગોર તથા બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગેબીનાથની જગ્યા ગુંજી ઉઠશે.આ મહોત્સવના છેલ્લા દિવસે ધર્મસભાનું આયોજન કરાયુ છે.જેમાં ગુજરાત ભરમાંથી 100થી વધુ સંતો મહંતોનીઉપસ્થિતિમાં નેશનલ એવોર્ડ શિક્ષક પ્રવિણભાઇ ખાચર, ઇતિહાસ વૈદિક સાહિત્ય સંશોધક અને લેખક ભનુભાઇ ખવડ સભાને સંબોધન કરશે.
થાનગઢમાં ગુરૂગેબીનાથની જગ્યાનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here