કચ્છ : 26 માર્ચ
આજ થી શરુ થયેલ ધોરણ દસ અને બાર ની પરિક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાપર તાલુકા મા ધોરણ દસ અને બાર ની પરિક્ષા નો શાંતિપૂર્ણ સજજડ બંદોબસ્ત વચ્ચે આરંભ થયો હતો આજે રાપર શહેર મા ચાર સ્થળે તેમજ આડેસર મા બે બાલાસર ગાગોદર તેમજ ફતેહગઢ કેન્દ્ર ખાતે ધોરણ દસ ની પરિક્ષા નો આરંભ થયો હતો તો બપોર બાદ રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે ધો. બાર ની પરિક્ષા નો આરંભ થયો હતો રાપર શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા તમામ કેન્દ્રો પર તિલક કરી મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવી હતી રાપર સરકારી હાઈસ્કૂલ ના પરીક્ષા સંચાલક અમિત બારોટ ના જણાવ્યા મુજબ રાપર સરકારી હાઈસ્કૂલ મા પંદર બ્લોક મા 422 વિધાર્થીઓ પરીક્ષા વીસ સુપરવાઇઝર ના નેજા હેઠળ પરીક્ષા આપી રહ્યા છે તો સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે સ્થળ સંચાલક પન્ના બેન ગૌસ્વામી ના જણાવ્યા મુજબ એક બ્લોક મા 16 પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે તો રાપર મોર્ડન સ્કૂલ ખાતે ગણપતભાઈ વસાવા ના જણાવ્યા મુજબ અઢાર બ્લોક મા 530 વિધાર્થીનીઓ પરીક્ષા આપી રહ્યા છે તો આજે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન રાપરના ઈન્ચાર્જ પી.આઈ એ. બી. પટેલ બાલાસર પીએસઆઇ ડી. આર ગઢવી આડેસર પીએસઆઇ બી. જી રાવલ પીએસઆઇ એમ. એલ. પરમાર ના માર્ગદર્શન હેઠળ એસઆરપી પોલીસ. હોમગાર્ડ જીઆરડી સહિત નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છેતો પરીક્ષા બાબતે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ભગવાન ભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ એડીઆઇ સથવારા.. સ્કવોડ મા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી રાપર ચીફ ઓફિસર રાહુલ કરમુર આડેસર આરએફઓ આર. એમ પંપાળીયા સહિત ના અધિકારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે