પાટણ: 4 એપ્રિલ
પાટણમાં બે વર્ષ અગાઉ સગી બહેન દ્વારા ૧૫ દિવસના સમયગાળામાં ભાઈ અને ભત્રીજી ને ઝેર આપી નિર્મમ હત્યા કરવાનો ચોકવાનારો કેશ પાટણ સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે કિન્નરી પટેલ ને દોષિત જાહેર કરી જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદ અને ૫૦ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે . કોર્ટે સજાનો હુકમ સંભળાવતા થોડી ક્ષણો માટે કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો હતો પાટણ કોર્ટના ઈતિહાસમાં કોઇ મહિલા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી ની સજા સંભળાવવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ છે .
પાટણના પ્રતિષ્ઠિત વેપારીની ડેન્ટિસ્ટ પુત્રી કિન્નરી પટેલે વર્ષ 2019 ના મે મહિનાના પંદર દિવસના સમયગાળામાં પોતાના સગા ભાઈ જીગર અને 14 મહિનાની માસુમ ભત્રીજી માહીને પોટેશિયમ સાઇનાઇડ નું ઝેર આપી ઠંડા કલેજે હત્યા કરી હતી પોલીસ ફરિયાદ બાદ ડોક્ટર કિન્નરી પટેલ ની ધરપકડ કરી જેલને હવાલે કરવામાં આવી હતી અને ચાર્જશીટ રજૂ થતાં પાટણ સેશન કોર્ટમાં કેસ ચાલતા સાક્ષીઓને તપાસી કોર્ટે આ હત્યાકાંડને રેર ઓફ રેર કેસ ગણી આ ગુનામાં કિન્નરી પટેલ ને દોષિત જાહેર કર્યા બાદ સેશન્સ જજ એ.કે.શાહે 495 પાનાનો 1/4 ચુકાદો આપી જીવનના છેલ્લા શ્વાસ સુધી કિન્નરી પટેલ ને સખત કેદની સજા અને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે .
આ બાબતે સરકારી વકીલ એમડી પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણ કોર્ટનો આ ઐતિહાસિક ચૂકાદો છે . ભાઈ ભત્રીજીની નિમર્મ હત્યા મામલે કોર્ટે મહિલા આરોપીને એવી સજા કરી છે કે જે આજીવન છે પરંતુ આરોપીને જિંદગીનો છેલ્લા શ્વાસ પણ જેલમાં લેવા પડશે . આ ઉપરાંત કોર્ટે પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે . તેમજ મૃતકની પત્ની ભૂમિને વળતર આપવા માટેની ભલામણ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને કરી છે.