પાટણ : 1 ફેબ્રુઆરી
પાટણ નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે નગરપાલિકા સભાખંડ ખાતે મળી હતી જેમાં એજન્ડા ઉપરના 61 અને વધારાના 11 મળી કુલ ૭૨ કામો આ અંગે ચર્ચા વિચારણાઓ કરાઇ હતી . જેમાં ૧૫ જેટલા રોડ – રસ્તાના કામોમાં સરકારી પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરી વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો . વિપક્ષના વાંધા સાથે સત્તાધારી પક્ષી બહુમતીના જોરે તમામ કામો મંજૂર કર્યા હતા.
પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભાની બેઠકમાં ભારતીય સેનાના જનરલ બિપિન રાવત ના અકાળે અવસાનથી બે મિનિટનું મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ સભાની કામગીરી શરૂ કરવામાં આવી હતી . સાબરમતી ગેસ કંપની દ્વારા શહેરમાં હાલ પાઇપ લાઇન નાખવાના કામ આ બાબતે શાસક પક્ષના સભ્યોએ બળાપો ઠાલવી નવા રોડ તોડી નાખી માટી ઉપાડવા કે કાટમાળ નહીં ખસેડાયા હોવાનું જણાવી આ બાબતની મંજુરી અપાઈ છે કે કેમ તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી ખુલાસો પૂછવા રજૂઆત કરાઇ હતી . શહેરના આનંદ સરોવર આસપાસ કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે અહીં પાલિકાની પાર્કિંગની જગ્યા એ ગરમ કપડાં તથા અન્ય વસ્તુઓનું વેચાણ માટે ગેરકાયદેસર રીતે સ્ટોલ અપાયા છે તે જગ્યા ખુલ્લી કરાવી ભીડ એકઠી થતી અટકાવવા રજૂઆત કરાઇ હતી . શહેરમાં પાલિકા દ્વારા રાત્રી દરમિયાન લારી – ગલ્લા સહિતના દબાણો હટાવવાની રહ્યા છે આ દબાણો હટાવવામાં વહાલા – દવલાની નીતિ અપનાવી સ્થળ ઉપર માત્ર રૂ ૧૦૦૦ ની પાવતી આપી દબાણમાં લાવેલ લારી ગલ્લા પાછા આપવાના મામલે સભ્યોએ વિરોધ નોંધાવી પાલિકા દબાણો નીતિ – નિયમ મુજબ ઉઠાવી કોઈની પણ શેહ – શરમ રાખ્યા વિના દબાણમાં લાવેલ લારી – ગલ્લા 72 કલાક સુધી નગરપાલિકા ખાતે રાખી મૂકવા જોઈએ એવી રજૂઆત કરાઈ હતી .