Home પાટણ પાટણ જબરેશ્વરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાસ્યરસ કાર્યક્રમ યોજાયો…

પાટણ જબરેશ્વરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાસ્યરસ કાર્યક્રમ યોજાયો…

97
0
પાટણ: 15 એપ્રિલ

પાટણના સાલીવાડા વિસ્તારમાં જબ્રેશ્વરી માતાના મંદિરના ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ વિસ્તારના લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.

પાટણ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલ કલારવાડા નાકે શ્રી જબરેશ્વરી માતાનો મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સવારે બ્રાહ્મણો ના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી તો શહેરના રાજમાર્ગો ઉપર માતાજી બાળા બહુચર માઁ ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં કળશધારી બાળાઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું યાત્રામાં પૂર્ણ થયા બાદ મૂર્તિઓને વિધિવત રીતે યજ્ઞ મંડપમાં લાવવામાં આવી હતી તો રાત્રે મંદિર પરિસર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યરસ રસ પીરસ્યો હતો. જેનો મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લીધો હતો આમ પાટણમા જબરેશ્વરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here