પાટણ: 11 એપ્રિલ
પ્રખર ગાંધીવાદી અને ઝિલિયા ગાંધી આશ્રમનાં સ્થાપક માલજીભાઈ દેસાઈ ની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે . ત્યારે માલધારી સમાજ આનંદ સાથે ગૌરવ અનુભવી રહ્યો છે.માલધારી સમાજને ગૌરવ અપાવનાર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નો ઝાઝરમાન સન્માન કાર્યક્રમ આગામી ૧૫મી એપ્રિલના રોજ પાટણ યુનિવર્સિટી ખાતે યોજાશે જ્યાં સમગ્ર ગુજરાત માલધારી સમાજ દ્વારા માલજીભાઈ દેસાઈની રજતતુલા કરવામાં આવશે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિશાળ મેદાન ખાતે યોજાનાર રજતતુલા કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પત્રકારોને માહિતી આપતા પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે માલજીભાઈ દેસાઈ એ ફક્ત માલધારી સમાજનું ગૌરવ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ છે તેઓની સંપૂર્ણ જિંદગી સમાજસેવા અને શૈક્ષણિક હેતુ માટે તેઓએ અર્પણ કરી છે . તેઓની આ સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે સમગ્ર માલધારી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત ના લોકો માટે ગૌરવની બાબત છે . માલધારી સમાજ ને ગૌરવ અપાવનારા સમાજના વિરલ વ્યક્તિત્વ ધરાવતા પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નો સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાત ભરના માલધારી સમાજ દ્વારા વિવિધ એનજીઓ ને સાથે રાખી આગામી તારીખ 15 મી એપ્રિલના રોજ સવારે 10-00 કલાકે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સત્કાર સન્માન સમારોહ તેમજ રજતતુલા કાર્યક્રમ સાથે માલધારી સમાજના ઓળખના પ્રતિક સમા ચાંદી નાં ગૌમાતા ની પ્રતિમા અંપૅણ કરી તેઓનું બહુમાન કરવામાં આવશે . આ સત્કાર સન્માન સમારોહ માં સમાજના સંત શિરોમણી પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર વડવાળાધામ દુધરેજઆ સત્કાર સન્માન સમારોહ માં સમાજના સંત શિરોમણી પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર વડવાળાધામ દુધરેજ ના કનીરામબાપુ , વાળીનાથધામ ના મંહતશ્રી જયરામગીરી બાપુ , જાણીતા સાહિત્યકાર , કેળવણીકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત ડો . રઘુવીરભાઈ ચૌધરી , સતપંથ ધામ પીરાણા નાં મહંત પ્રભાતકાકા , વાળીનાથધામ થરા ના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ , નકળંગધામ વાગડોદ ના મહંત શ્રી શંકરનાથજી બાપુ , રામ અખાડા ચવેલીધામ ના મહંત શ્રી બળદેવદાસ બાપુ અને બાલીસણાના મહંત સંતરામ કાકા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું