પાટણ : 19 માર્ચ
પાટણ શહેર સહિત જિલ્લામાં રંગોત્સવ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ઠેર – ઠેર સામાજિક રાજકીય અને પારિવારિક કાર્યક્રમો યોજાયા હતા અને દરેક લોકોએ એકબીજા ઉપર અબીલ ગુલાલની છોળો ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.
આસુરી શક્તિઓને ભસ્મીભૂત કરી વિશ્વમાં ભગવાનનું સ્વરૂપ હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે પાપોનો જડમૂળથી નાશ થાય છે . વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે હોળી પ્રગટાવી દાનવી શક્તિઓનો નાશ કરવામાં આવે છે અને બિજા દિવસે ધુળેટી નો રંગોત્સવ તહેવાર ઉજવવામાં આવે છે .
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે રંગોત્સવ ના નું પર્વ ઉજવાયું હતું પરંતુ હવે પૂર્ણ સંક્રમણ ગયું છે ત્યારે સરકારે ધાર્મિક તહેવારો અને મેળાઓ ઊંડો કરવા માટેની છૂટછાટ આપી છે જેને લઇ દરેક લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે પાટણમાં ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી . રંગોત્સવ ના પર્વમાં પાટણ શહેર જાણે અવનવા રંગોથી રંગાઇ ગયું હોય તેવા માહોલ ઠેરઠેર જોવા મળ્યો હતો શહેરના મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં યુવાનો નાના બાળકો અને વડીલોએ એકબીજા ઉપર અબીલ ગુલાલ સહિતના રંગોની છોળો ઉડાડી રંગોનો તહેવાર મનાવ્યો હતો નાના બાળકોએ એકબીજા ઉપર પિચકારીઓ વડે રંગ છાંટી ઉજવણી કરી હતી.