Home પાટણ પાટણની બીડી હાઇસ્કુલે વેસ્ટ પાણીનો ઉપયોગ કરી બગીચાઓ હર્યાભર્યા….

પાટણની બીડી હાઇસ્કુલે વેસ્ટ પાણીનો ઉપયોગ કરી બગીચાઓ હર્યાભર્યા….

134
0
પાટણ : 22 માર્ચ

પાટણ શહેરની બી ડી સાર્વજનિક હાઇસ્કૂલમાં વેસ્ટ પાણીનો ઉપયોગ થાય તે દિશામાં પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. શાળામાં પીવાના પાણીની પરબ પર નળ વાટે વેડફાતુ પાણી શોષકૂવામાં વહી જતું હોવાથી આ પાણીને પાઇપલાઇન મારફતે કૂવામાં ઉતારી મોટરથી બે બગીચા અને ઔષધિય વન સુધી પહોંચાડી ફુવારા અને ટપક પદ્ધતિથી લીલોતરી કરવામાં આવી છે.

પાટણ શહેરની બી.ડી. સાર્વજનિક હાઇસ્કૂલમાં ધોરણ 1થી 12માં 1500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જ્યાં બાળકો માટે ઠંડા પાણીની પરબ બનાવવામાં આવી છે અને 25 જેટલા નળ ગોઠવાયેલા છે. જ્યાં નળ વાટે બાળકો પાણી પીવી છે તે સમયે વધારાનું પાણી વહી જતું હતું. ઉપરાંત કેટલુંક પાણી નળ ચાલુ-બંધ કરતી વખતે પણ વેડફાતું, જેને લઇને શાળામાં કાર્યરત ઇકો ક્લબના શિક્ષક ભરતભાઇ દેસાઇએ આચાર્ય ર્ડા. બળદેવભાઇ દેસાઇ સહિત સદસ્યો સમક્ષ વેસ્ટ જતા પાણીનો બગીચામાં ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમજ સર્વ સંમતીથી આ કાર્ય શરૂ કર્યુ હતું, જેમાં અંદાજે રૂ. 12 હજારના ખર્ચમાં વેસ્ટ પાણીનો બગીચામાં ઉપયોગ કરવાની કાયમી સુવિધા કાર્યાન્વિત પણ થઇ હતી.


આ સુવિધાથી શાળા સંકુલમાં સેફ્ટી ટેન્ક બનાવી પરબમાંથી નીકળતા વધારાના પાણીનું પાઇપલાઇન મારફતે સેફ્ટી ટેન્કમાં સ્ટોરેજ કરવામાં આવ્યુ હતું. તેમજ ત્યાં કચરો નીચે બેસી ગયા પછી પાણીની મોટર વડે અને પાઇપ માફરતે બે બગીચા અને ઔષધિય વન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. જ્યાં સ્પીંકલર લગાવી ટપક તેમજ ફુવારા પદ્ધતિથી બગીચામાં ચોમેર પાણી પ્રસરતું કરાયુ હતું જેને લીધે બગીચામાં લીલોતરી પથરાઇ છે.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here