પાટણ : 14 માર્ચ
પાટણમાં સામાન્ય માણસો માટે આર્થીક બચત અને જરૂરિયાતના સમયે નાણાંનું ધિરાણ કરનાર અને પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં કાર્યરત શ્રી ગજાનન સહકારી પેઢી લિમિટેડ આશાનું કિરણ બની રહી છે.. આઠ હજાર કરતા વધુ સભાસદો ધરાવતી આ પેઢીને અંદાજે સો વર્ષ થવા આવ્યા છે.. સાથે સાથે સભાસદોને તો જરૂરિયાતના સમયે લૉન સ્વરૂપે નાણાં ધિરાણ કરી મદદરૂપ પણ બને છે.. ત્યારે પેઢીના સભાસદોનો પ્રેમ, ઉત્સાહ વર્ષો વર્ષ સુધી યથાવત રહે અને વધુમાં વધુ સભાસદો પેઢી સાથે જોડાય તે દિશામાં પેઢીના જાગૃત અને ઉત્સાહી હોદ્દોદારો દ્વારા સમયાંતરે સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવે છે….
જેના ભાગરૂપે શ્રી ગજાનન પેઢી દ્વારા ચાલુ વર્ષે પેઢીના માનવંતા સભાસદો માટે આગામી 31 માર્ચ 2021 સુધીમાં નોંધાયેલા સભાસદો માટે ભેટ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પેઢી દ્વારા 12 માર્ચથી આગામી 27 માર્ચ સુધીમાં ભેટ વિતરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 12 માર્ચને શનિવાર અને આજે રવિવારના રજાના દિવસે ખાતા નંબર 1 થી 6500 સુધીના સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવેલ. ભેટ વિતરણના આજે રવિવારને બીજા દિવસે શ્રી ગજાનન પેઢીના પ્રમુખ, સેક્રેટરી સહિત ડિરેકટરી તેમજ પેઢીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં પેઢીના માનવંતા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવેલ. ત્યારે આજના શુભ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તેમજ હેમંત તન્ના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ મહેમાનો દ્વારા સભાસદોને ભેટ વિતરણ કરાયેલ. સાથે સાથે મહેમાનોએ શ્રી ગજાનન પેઢી આગામી સમયમાં પણ ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી. તો આ તરફ પેઢી દ્વારા શરૂ કરાયેલ ભેટ વિતરણમાં ચાની ગરમ કીટલી, રોટલી મુકવા માટેનો ડબો અને ટીફીનનો સમાવેશ થાય છે..
જોકે ભેટ વિતરણના બે દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હવે આગામી 20 માર્ચને શનિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીમાં ખાતા નંબર 6501 થી ખાતા નંબર 7000 સુધીના સભાસદોને ભેટ આપવામાં આવશે. અને ત્યાર બાદ તારીખ 26 માર્ચ ને શનિવાર અને તારીખ 27 માર્ચને રવિવારના રોજ પણ ઉપરોક્ત સમયે ખાતા નંબર 7001 થી ખાતા નંબર 8097 સુધીના સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવશે. જેની પેઢીના તમામ સભાસદોએ નોંધ લેવી. ઉલ્લેખનીય છે કે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં કાર્યરત શ્રી ગજાનન પેઢી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ સોસાયટી એકટ અન્વયે નોંધાયેલી પેઢી છે. અને આ પેઢી ખાસ કરીને નાના માણસો માટે આર્થિક બચત ક્ષેત્રે નોંધપાત્ર સિંહફાળો પ્રદાન કરે છે. પેઢી સાથે સંકળાયેલા માનવંતા સભાસદોને કોઈપણ પ્રસંગે લૉનના રૂપમાં અને ઓછા વ્યાજદરે નાણાંનું ધિરાણ કરી સભાસદોની જરૂરિયાતોને પણ સંતોષવામાં મોખરે રહી છે. જેમાં પેઢીના વર્તમાન હોદ્દેદારોની મહેનત અને લગ્નના કારણે ગજાનન પેઢી પ્રગતિના સોપાન સર કરી રહી છે.